અમદાવાદ ન્યૂઝ ઇકો સિસ્ટમ ના સ્ટાર્ટ અપ ને ૩ લાખ પાઉન્ડ નું ફંડીગ મળ્યું.એલ.જે યુનિવર્સિટી ના અંત્રાપ્રીનર બિઝનેસ ઈનકયુબેટર માં કાર્યરત સ્ટાર્ટ અપ ને હાલમાં સમગ્ર વિશ્વ માંથી વેશ્ચિક પ્રસિદ્ધિ મળી રહી છે.ન્યૂઝરિચ સ્ટાર્ટ અપ આપણા તમામ ન્યુઝ પેપર તેમજ મેગેઝીન ને ટેકનોલોજી ના માધ્યમથી ડિજીટલી લોકો સુધી પહોંચે તેની એડવાન્સ સિસ્ટમ ઉભુ કરતું સ્ટાર્ટ અપ છે.ખૂબ જ ટૂંકા સમયમાં આ સ્ટાર્ટ અપ ના માધ્યમથી ઘણા ન્યૂઝ પ્લેટફોર્મ ડિજિટલ બની ચૂક્યા છે.
આ સ્ટાર્ટ અપ ખાસ રિલીજ્યન ભાષાઓ ના ન્યુઝપેપર તેમજ સામયિકો ને ડિજિટલ કરવા પર ખાસ ધ્યાન આપી રહ્યું છે.આ સમગ્ર સ્ટાર્ટ અપ માટે આ ન્યુઝરિચ સ્ટાર્ટ અપ ના કો – ફાઉન્ડર દર્શન શાહ,સોનિયા કુંદનાની, અને ત્રંબક બેનર્જી એ ભારે જહેમત ઉઠાવી છે.તેમનું માનવું છે કે ન્યુઝજગત ના ઈતિહાસ માં આ સ્ટાર્ટ અપ ની મદદથી ક્રાંતિકારી ફેરફાર લાવી શકાશે.આ સ્ટાર્ટ અપ નું મહત્વ સમજીને જીતો, એન્જલ નેટવર્ક, શુરૂઅપ ,FAAD નેટવર્ક જેવી કંપનીઓ એ જરૂરી સ્ટાર્ટ અપ ફંડ પૂરું પાડ્યું છે.આ પ્રકારના સ્ટાર્ટ અપ ને પ્રોત્સાહન તેમજ સાથ અને સહકાર આપવા એલ.જે યુનિવર્સિટી નું બિઝનેસ ઈનકયુબેટર હંમેશા તત્પર રહેશે તેવું એલ.જે બિઝનેસ ઈનકયુબેટર ના સી.ઇ.ઓ ડૉ.વિરલ શાહે જણાવ્યું હતું.


















Recent Comments