fbpx
રાષ્ટ્રીય

ન્યૂયોર્કના હાર્લેમમાં એક એપાર્ટમેન્ટમાં લાગેલી ભીષણ આગમાં ૨૭ વર્ષીય ભારતીય નાગરિકનું મોત થયું

ન્યૂયોર્કના હાર્લેમમાં એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અકસ્માતમાં ૨૭ વર્ષીય ભારતીય નાગરિકનું મોત થયું હતું. મૃતકની ઓળખ ફાઝીલ ખાન તરીકે થઈ છે. ભારતીય દૂતાવાસ ફાઝીલ ખાનના મિત્રો અને પરિવારના સતત સંપર્કમાં છે. ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર કહ્યું કે હાર્લેમમાં આગની ઘટનામાં ફાઝિલ ખાનના મૃત્યુથી તે દુખી છે. અમે ખાનના પરિવારના સંપર્કમાં છીએ અને તેમના મૃતદેહને ભારત પરત લાવવામાં મદદ કરી રહ્યા છીએ.

ન્યૂયોર્ક ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર સેન્ટ નિકોલસ પ્લેસ એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં લિથિયમ-આયન બેટરીના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર આ અકસ્માતમાં ૧૭ અન્ય લોકો ઘાયલ થયા છે. આગ દરમિયાન લોકોએ બચવા માટે દોરડાનો સહારો લીધો હતો.

પ્રત્યક્ષદર્શી એન્જી રેચફોર્ડે જણાવ્યું હતું કે આગ ટોચથી શરૂ થઈ હતી. લોકો પોતાને બચાવવા બારીમાંથી કૂદી રહ્યા હતા. પિતા સાથે અકસ્માતમાં બચી ગયેલા અકીલ જાેન્સે કહ્યું કે મારી પાસે માત્ર મારો ફોન, મારી ચાવી અને મારા પિતા છે.
સેન્ટ નિકોલસ પ્લેસ એપાર્ટમેન્ટ બિલ્ડિંગના રહેવાસીઓને પોતાનો જીવ બચાવવા માટે કૂદવાની ફરજ પડી હતી. ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં ઘાયલ થયેલા ૧૨ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ચાર લોકોની હાલત ગંભીર છે.

વિભાગના વડા જાેન હોજન્સે જણાવ્યું હતું કે આગ ખૂબ જ ગંભીર હતી. રૂમના દરવાજામાંથી તેની જ્વાળાઓ બહાર આવી રહી હતી. જેના કારણે સીડીઓથી નીચે ઉતરવું મુશ્કેલ બની રહ્યું હતું. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર ૨૦૨૩માં લિથિયમ આયન બેટરીના કારણે આગની ૨૬૭ ઘટનાઓ બની છે. જેમાં ૧૫૦ લોકો ઘાયલ થયા હતા અને ૧૮ના મોત થયા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં લિથિયમ આયન બેટરીના કારણે આગ લાગવાના ૨૪ કેસ નોંધાયા છે.

Follow Me:

Related Posts