ન કરવા જેવી ફિલ્મો મેં કરીઃ ડીનો મોરિયા
ડીનો મોરિયાનું કહેવુ હતું કે, તેને રોમાન્ટિક અને ચોકલેટ ઈમેજમાંથી નીકળવા માટે શાયબાની ખાન જેવા પાત્રનું ખૂબ જરૂર છે. ડીનોને આશા છે કે, હવે તેને આવા જ પ્રકારના રોલ ઓફર થશે. ડીનો મોરિયાને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તેની ‘ચોકલેટી બોય’ વાળી ઈમેજ કરિયરમાં અડચણરૂપ બની? તેના જવાબમાં તેણે કહ્યું હતું કે, ‘મને કરિયરમાં પહેલી તક ૧૯૯૯મા આવેલી ફિલ્મ ‘પ્યાર મેં કભી કભી’ એટલે મળી હતી કારણ કે મેકર્સને મારા જેવો દેખાતો છોકરો જાેઈતો હતો. તે બાદ મને ફિલ્મ ‘રાજા’ મળી હતી. કરિયરના તે પોઈન્ટ પર મને ખોટી સલાહ આપવામાં આવી હતી. મેં ત્યારે કેટલીક એવી ફિલ્મો કરી લીધી હતી, જે મારે કરવી જાેઈતી નહોતી. જાે કે, મને તેનો પસ્તાવો નથી. કદાચ આ જ રીતે હું શીખ્યો છું’.
હાલમાં જ આવેલી સીરિઝ ‘ધ અમ્પાયર’માં શાયબાની ખાનનું પાત્ર ભજવીને ડીનો મોરિયા જબરદસ્ત પ્રશંસા મેળવી રહ્યો છે. ઈન્ડસ્ટ્રીના લોકો તેને એક અલગ નજરથી જાેઈ રહ્યા છે. આ રોલ કરીને ડીનો મોરિયાએ ન માત્ર પોતાની સ્ટીરિયોટાઈપ્ડ ચોકલેટ ઈમેજને તોડી છે પરંતુ એક નવો માર્ગ પણ બનાવ્યો છે. પ્રશંસા મેળવ્યા બાદ ડીનો મોરિયા આમ તો ખુશ છે, પરંતુ મનમાં એક વાત ખૂંચી રહી છે. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં ડીનો મોરિયાએ ૯૦ના દશકામા ડેબ્યૂથી લઈને અત્યારસુધીમાં શું પરિવર્તન આવ્યું તે અંગે વાત કરી હતી. એક્ટરે તે વાતનો ખુલાસો પણ કર્યો હતો કે, કેટલાક લોકોએ તેને કરિયર દરમિયાન ખોટી સલાહ આપી હતી અને તેના કારણે તેણે કેટલીક ખરાબ ફિલ્મો કરી હતી. ડીનો મોરિયાએ કહ્યું હતું કે, ઈન્ડસ્ટ્રીમાં અત્યારસુધીમાં તમામ લોકો તેનામાં એક ‘ચોકલેટ બોય’ની ઈમેજ દેખાતી હતી, પરંતુ તેઓ ક્યારે તેને એક અલગ નજરથી જુએ તેની તે રાહ જાેઈ રહ્યો હતો. ડીનોએ જણાવ્યું હતું કે ‘દરેક કોઈ મને રોમાન્ટિક અને ગુડ લૂકિંગવાળા રોલમાં જાેઈ રહ્યું હતું, ન કે આવા રોલમાં. હવે આ રોલ નિભાવ્યા બાદ હું અચાનકથી જ બધા માટે કંઈક નવો બની ગયો છે. ડિરેક્ટર્સ કહી રહ્યા હતા કે ડીનો તો રોમાન્ટિક હીરો હતો, હવે આને જુઓ’.
Recent Comments