fbpx
ગુજરાત

ન ઝૂકના હૈ ન રૂકના હૈ ગુજરાતે સાકાર કર્યુ રૂપાણી કોરોના કાળમાં રાજ્યમાં ૧૭,૦૦૦ કરોડના લોકાર્પણ-ખાતમૂર્હતના કામો થયાઃ મુખ્યમંત્રી

અમદાવાદના ૧૦૭૨ કરોડના ૭૨ વિકાસકામોના મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ-ભૂમિજપન
તમે કામ લાવો, પૈસાની ચિંતા રાજ્ય સરકાર કરશે, કોંગ્રેસ કાળમાં બજેટ ચાર પાંચ ગણુ વધી જતું-કામ વિલંબમાં પડતા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતે કોરોના સંક્રમણના કપરા કાળમાં પણ વિકાસયાત્રાની અવિરત કૂચ જારી રાખતાં આ કોરોનાના સમય દરમયાન રાજ્યમાં ૧૭,૦૦૦ કરોડ રૂપિયાના લોકાર્પણ-ભૂમિપૂજનના વિકાસ કામો-પ્રજાહિત કામો લોકોના ચરણે ધર્યા છે. તેમણે એમ પણ ઉમેર્યુ કે, એકલા અમદાવાદ મહાનગરમાં જ કોરોનાના સમયમાં ૨,૮૫૭ કરોડના વિકાસ કામોની ભેટ આપી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ આંકડાઓ જ દર્શાવે છે કે વિકાસ કામોની તેજ રફતાર છે અને તે સ્વયં પૂરવાર કરે છે કે ગુજરાત આપત્તિ સામે ન ઝૂકયું છે ન રોકાયું છે. મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગરના રૂ. ૧૦૭૨ કરોડના ૭૨ વિકાસ કામોના લોકાર્પણ-ભૂમિપૂજન ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યા હતા.
આ મુજબ રૂ. ૯૨ કરોડના ઇ-લોકાર્પણ અને રૂ. ૯૮૬ કરોડના ઇ-ખાતમૂર્હત અન્વયે હાઉસિંગ પ્રોજેકટ, વોટર પ્રોજેકટ, અર્બન હેલ્થ સેન્ટર-હોલ નવીનીકરણ, ગાર્ડન, પ્રધાનમંત્રી આવાસ, બ્રિજ પ્રોજેકટ વગેરેનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ ૬૦૦ વર્ષ જૂનું અને વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ સમયની સાથે ચાલીને આધુનિક મહાનગર, વિશ્વકક્ષાના શહેર તરીકે પ્રસ્થાપિત થયું છે તે માટે શહેરી સત્તાતંત્રને અભિનંદન આપ્યા હતા. તેમણે સ્પષ્ટ કહ્યું કે, છેલ્લા રપ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમદાવાદની આધુનિક કાયાપલટ થઇ છે.
રસ્તા, ગટર, લાઇટ, પાણી જેવી પાયાની માળખાગત સુવિધા સાથે રિવરફ્રન્ટ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, રિયુઝ ઓફ ટ્રીટેડ વોટર, ઘન કચરા વર્ગીકરણ અને યોગ્ય નિકાલ વ્યવસ્થા, પર્યાવરણ જાળવણી સહિતના ક્ષેત્રોમાં અમદાવાદ મહાપાલિકાએ સુઆયોજિત વ્યવસ્થાપન કર્યુ છે. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, પર્યાવરણ, પાણી, પ્રકાશ, બધી ચિંતા કરીને જનસુખાકારી વધારી છે. રાજ્યના નગરો-મહાનગરોમાં ઇઝ ઓફ લીવીંગ વ્યાપકપણે સુધારીને શહેરો રહેવાલાયક, માણવાલાયક બનાવ્યા છે. નિવૃત્ત જીવન વિતાવતા અન્ય પ્રાંતના વરિષ્ઠ લોકો પણ એટલે જ અમદાવાદમાં કાયમી વસ્યા છે એમ તેમણે જણાવ્યું હતું.

Follow Me:

Related Posts