બોલિવૂડ

પંકજ ત્રિપાઠીને ‘અગ્નિપથ’નો આ સીન કરવો સરળ ન હતો.. ત્રીજી ટેકમાં બેહોશ થઇ ગયા હતા

હૃતિક રોશન અને સંજય દત્તની ૨૦૧૨ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘અગ્નિપથ’ને લોકો આજે પણ ભૂલ્યા નથી. ફિલ્મમાં દરેક વ્યક્તિએ પોતપોતાના પાત્રોથી દર્શકોને ખુશ કર્યા હતા. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠીએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આજે પોતાના જાેરદાર અભિનય માટે જાણીતા પંકજ આ ફિલ્મનો સીન કરતી વખતે બેહોશ થઈ ગયા હતા. આ વાતનો ખુલાસો ખુદ અભિનેતાએ કર્યો છે. અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ર્ંસ્ય્ ૨’ આખરે રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં અક્ષય સિવાય પંકજ ત્રિપાઠી, યામી ગૌતમ, ગોવિંદ નામદેવ, અરુણ ગોવિલથી લઈને અરુણ ગોવિલ જેવા સ્ટાર્સ પણ લીડ રોલમાં છે. લોકો ફિલ્મને ૫માંથી ૫ રેટિંગ આપી રહ્યા છે અને તેને બ્લોકબસ્ટર ગણાવી રહ્યા છે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી પોતાના પાત્રથી દર્શકોના દિલ જીતી રહ્યા છે. પોતાની અભિનય પ્રતિભાના આધારે તે હંમેશા પોતાના પાત્રને ન્યાય આપતા રહે છે.

હૃતિક રોશન સંજય દત્તની અગ્નિપથમાં તેઓ તેમના પોતાના પાત્રમાં એટલા ડૂબી ગયા હતો કે, તેને ફિલ્મમાં એક પણ સીન કરવાનું મુશ્કેલ લાગ્યું હતું. ૨૦૧૨ની ફિલ્મ અગ્નિપથમાં પંકજ ત્રિપાઠીએ કાંચા ચીના (સંજય દત્ત)ની ટીમમાં વિલનની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં એક સીન હતો, જેમાં વિજય દીનાનાથ ચૌહાણ (હૃતિક રોશન) પંકજ ત્રિપાઠીને ચાકુ મારીને મારી નાખે છે. ફિલ્મમાં તેના મૃત્યુના દ્રશ્યનો ઉલ્લેખ કરતા પંકજ ત્રિપાઠીએ તેના મેશેબલ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘તે દ્રશ્યમાં તેણે (હૃતિક)ને ત્રણ-ચાર વાર છરો મારવો પડ્યો હતો, પરંતુ પંકજ તે સીનને લઈને ખૂબજ નર્વસ હતો. કારણ કે, તે જાણતો ન હતો કે, જ્યારે કોઈ વ્યક્તિ તેને છરી મારે છે, ત્યારે તેને કેવું લાગે છે. પોતાની વાત આગળ રાખતા પંકજ કહે છે, ‘જાે તમે આ ફિલ્મ જાેઈ હોય તો ધ્યાનથી જુઓ, એ સીનમાં મારી આંખો એકદમ લાલ થઈ ગઈ હતી. મને હજુ પણ યાદ છે કે, બીજી કે ત્રીજી ટેકમાં હું બેહોશ થઈને નીચે પડી ગયો હતો. તે સમયે શૂટ ચાલી રહ્યું હતું ત્યારે મારી આંખો સામે અંધારું હતું અને કદાચ લાંબા સમય સુધી મારા શ્વાસ રોકાવાને કારણે બેહોશ થઈ ગયો હતો. જ્યારે મેં મારી આંખો ખોલી, ત્યારે મેં જાેયું કે, લોકો મારી આસપાસ ઉભા છે. ફિલ્મમાં આ સીન કરવો મારા માટે ખૂબ જ મુશ્કેલ હતો. સાચું કહું તો એ સીન કરતી વખતે મને પરસેવો વળી ગયો હતો. તમને જણાવી દઈએ કે, ‘અગ્નિપથ’ પછી પંકજ ત્રિપાઠી ગેંગ્સ ઓફ વાસેપુરમાં જાેવા મળ્યો હતો. અને એ ફિલ્મ બાદ તે રાતોરાત સ્ટાર બની ગયો હતો. તે ફિલ્મોમાં તેના પાત્રોમાં પ્રાણ પુરી દેતો હોય છે. પોતાના અભિનય કૌશલ્યને સાબિત કરનાર પંકજ ત્રિપાઠી આજે કોઈ પરિચયની જરૂર નથી.

Related Posts