ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠક પર મતગણતરી યોજાઈ હતી. જેમાં પંચમહાલની તમામ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો હતો. કાલોલમાં ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ એક લાખ ૨૧ હજાર મતની લીડથી વિજેતા થયા છે. ગુજરાત વિધાનસભાના આજરોજ જાહેર થયેલા પરિણામોમાં એક લાખથી વધુ મતોથી વિજેતા થયેલા ઉમેદવારોના લીસ્ટમાં ફતેસિંહ ચૌહાણનો સમાવેશ થયો છે. તેમજ હાલોલ બેઠકમાં ભાજપના ઉમેદવારની જીત થઈ છે તેમજ કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ પણ ગુલ થઈ છે. કાલોલ બેઠકમાં જાહેર થયેલા પરિણામોમાં રાજગઢના ભાજપના પૂર્વ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ૧૦ વર્ષનો રાજકીય સન્યાસ ભોગવ્યા બાદ એક લાખ ૨૧ હજાર મતથી વિજય થયા છે. ફતેસિંહ ચૌહાણનો આ ઐતિહાસિક વિજય પંચમહાલ જિલ્લામાં તો પ્રથમ છે પરંતુ ગુજરાત વિધાનસભાના આજરોજ જાહેર થયેલા પરિણામોમાં એક લાખથી વધુ મતોથી વિજેતા થયેલા ઉમેદવારોની યાદીમાં પણ સમાવેશ થયો છે.
કાલોલ બેઠકના ભાજપના ફતેસિંહ ચૌહાણ ભાજપના વિજયમાં પોલિટિકલ હીરો બની ગયા હોવાનું ચોક્કસપણે કહી શકાય એમ છે. હાલોલ બેઠકના જાહેર થયેલા પરિણામોમાં હાલના ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર જયદ્રથસિંહ પરમારની સતત પાંચમી વખત જીત થઈ છે. તેઓ ૪૪ હજારથી વધુની લીડથી વિજેતા બન્યા છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અનીશ બારિયાની ડિપોઝિટ પણ ગુલ થઈ છે. ભાજપના ધારાસભ્ય જ્યુદાદા સામે ભાજપના બળવાખોર અપક્ષ ઉમેદવાર રામચંદ્ર બારીયા નો પણ કારમો પરાજય થયો હતો. ગોધરા વિધાનસભા બેઠક ઉપરના ભાજપના ઉમેદવાર સી. કે. રાઉલજીનો વિજય થયો હતો. તેઓએ પોતાના સમર્થકો સાથે જીતની ઉજવણી કરી હતી. ભાજપની જીત થતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો.
શહેરા વિધાનસભા બેઠકના ઉમેદવાર જેઠા ભરવાડની જીત થઈ હતી. જય ખોડીયારના જય ઘોષ સાથે તેઓએ ઉજવણી કરી હતી. શહેરાની જનતા ફરી એકવાર જેઠા ભરવાડને ચૂટી લાવતા તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો. મોરવા હડફ બેઠકના ઉમેદવાર નિમિષાબેન સુથાર આમ તો પેટા ચૂંટણીમાં વિજેતા બન્યા હતા. ત્યારે આ વખતે પણ તેઓએ પેટા ચૂંટણી કરતા પણ વધુ મતોથી વિજેતા થયા છે. પંચમહાલ જિલ્લામાં કુલ ૧૩ લાખ ૪૧ મતદાર નોંધાયેલા છે. જેમાંથી ૨૦૨૨ના ચૂંટણી જંગમાં ૮ લાખ ૮૯ હજાર ૮૦૦ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાની પાંચ બેઠકો પર સરેરાશ ૬૮.૪૪ ટકા મતદાન નોંધાયું હતું.
Recent Comments