ગુજરાત

પંચમહાલમાં મોટી દુર્ઘટના ટળીકૃપાલુ વિદ્યામંદિરની સ્કૂલ બસ નું ટાયર નીકળી ગયું, સદનસીબે કોઈ જાનહાની થઈ નથી

પંચમહાલના કાલોલમાં સ્કૂલ બસનું ટાયર નીકળી ગયું હોવાની ઘટના બની હતી. કૃપાલુ વિદ્યામંદિરની સ્કૂલ બસને આ અકસ્માત નડ્યો છે. બસમાંથી ટાયર નીકળી જતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. ચાલુ બસે ટાયર નીકળી ગયેલ હોવાનો વીડિયો અત્યારે સામે આવ્યો છે. આ ઘટના બનતા બસમાં બેઠેલા વિદ્યાર્થીઓ ભયભીત થઈ ગયા હતા. કારણે તેમને અકસ્માતનો ભય લાગવા લાગ્યો હતો. મહત્વની વાત એ છે કે, આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, જેથી વાલીઓએ અત્યારે રાહતનો શ્વાસ લીધો છે.

Related Posts