ગુજરાત

પંચમહાલમાં હાથમાં ખૂલ્લી તલવાર લઇ યુવકે આતંક મચાવ્યોઃ વીડિયો વાયરલ

પંચમહાલ જિલ્લામાં એક વીડિયોએ સોશિયલ મીડિયામાં ઘૂમ મચાવી છે. અહીંયા એક યુવકે હાથમાં ખુલ્લી તલવાર લઈને નીકળી પડ્યો હતો અને જાહેર માર્ગ પર ગાળાગાળી કરતો નજરે પડ્યો હતો. યુવકના આ ‘આતંક’નો વીડિયો વાયરલ થયા બાદ જ પોલીસે કાર્યવાહી કરી હતી. જાેકે, ઘટનામાં યુવકને અટકાયત કરવામાં આવી હોવાથી બાદમાં તેનો છુટકારો પણ થઈ ગયો છે પરંતુ સમગ્ર જિલ્લામાં આ ઘટનાએ ચકચાર મચાવી છે.
બનાવની વિગત એવી છે કે પંચમહાલ જિલ્લાના વેજલપુરમાં એક યુવક અચાનક ખુલ્લી તલવાર સાથે જાહેર માર્ગ પર બજારમાં ધસી આવ્યો હતો. લોકો કઈ સમજે તે પહેલાં આ યુવકે ગાળા ગાળી શરૂ કરી દીધી હતી. હાજર લોકો ડરી ગયા હતા કારણ કે કોઈને ઘટનાની પૂર્વભૂમિકા સમજાઈ રહી નહોતી. દરમિયાનમાં એક યુવકે સમગ્ર ઘટનાનો લાઇવ વીડિયો પોતાના મોબાઇલમાં કંડારી લીધો હતો.

આ યુવક પણ પંચમહાલ જિલ્લાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. યુવકે વેજલપુરના એસબીઆઈ સર્કલ પાસે બજાર માથે લેતા એક સમયે સ્થાનિકો ડરી ગયા હતા. યુવકે આ વીડિયોમાં યુવક ગાળાગાળી કરતો પણ નજરે ચઢ્યો હતો. બજારમાંથી પસાર થતી મહિલાઓ એ વખતે ક્ષોભમાં મૂકાઈ ગઈ હતી. અંતે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.

આ ઘટના બાદ યુવકની વેજલપુર પોલીસે અટકાયત કરીને બાદમાં ધરપકડ કરી હતી. જાેકે, બનાવની તપાસ કરતા યુવક નશામાં છાકટો થઈને ખેલ ખપાટા કરતો હોવાનું સામે આવ્યું હતું અને તેણે કોઈના પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી નહોતી. પોલીસે યુવકને મુક્ત કરી દીધો હતો પરંતુ લાઇવ વીડિયો સમગ્ર પંથકના વોટ્‌સએપ ગ્રુપમાં યકચાર મચાવી દીધી હતી.

Related Posts