ગુજરાત

પંચમહાલ પોલીસ દ્વારા હાલોલના ઘાટા ગામે થી એક બોગસ તબીબને ઝડપી પડાયો

પંચમહાલ પોલીસ ને એક મોટી સફળતા મળી છે જેમાં એક બોગસ તબીબને ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં નકલીની ભરમાર ચાલી રહીં છે. ક્યાક નકલી ઓફિસ, ક્યાંક નકલી ચેક પોસ્ટ ઝડપાય છે અને બોગસ ડૉક્ટરની વાત કરીએ તો કેટલાક લોકો એવા ઝડપાયા છે. જે કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યા હોય છે. પંચમહાલથી પણ અત્યારે આવો એક બોગસ ડૉક્ટર ઝડપાયો છે. નોંધનીય છે કે, ર્જીંય્ની ટીમ દ્વારા હાલોલના ઘાટા ગામે લોકોને દવાઓ આપતો હતો, મૂળ પશ્ચિમ બંગાળના મનોજ મુકુંદ ગૈનને ઝડપી પાડવામાં આવ્યો છે. મૂળ પશ્ચિમ બંગાળનો મનોજ કોઈ પણ પ્રકારની ડિગ્રી વિના જ પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ બોગસ ડોક્ટર જાણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી ધંધો કરતો હતો.

આ સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ પંચમહાલ પોલીસે બોગસ તબીબ પાસેથી રૂપિયા ૫૦,૪૪૬ નો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. આ સાશે મેડિકલ ઓફિસરને સાથે રાખી પાવાગઢ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. અત્યારે તે બોગસ તબીબ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. પરંતુ ચોંકવનારી વાત એ છે કે, આખરે કેટલાય વર્ષોથી કોઈના ધ્યાને આવ્યા સિવાય કેવી રીતે આ બોગસ તબીબ પ્રક્ટિસ કરતો હતો? શું આ બાબતે તંત્રને કોઈ જાણ હતી કે નહીં? આખરે શા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ડોક્ટર સામે આ પહેલા કોઈ કાર્યવાહી કરવામાં ના આવી?

Related Posts