રાષ્ટ્રીય

પંજાબના કોંગ્રેસ નેતા સાધુસિંહ ધર્મસોતની વિજિલન્સ બ્યુરોએ ધરપકડ કરી

પંજાબમાં કોંગ્રેસની સરકાર સમયે મંત્રી રહી ચૂકેલા કોંગ્રેસ નેતા સાધુ સિંહ ધર્મસોતની મંગળવાર સવારે ૩ વાગે

વિજિલન્સ બ્યૂરોએ ધરપકડ કરી લીધી. તેમના પર તેઓ જ્યારે વનમંત્રી હતા ત્યારે વન વિભાગમાં કૌભાંડ

આચરવાનો આરોપ છે. કોંગ્રેસના નેતા સાધુસિંહ ધર્મસોતની ધરપકડ એવા સમયે થઈ છે કે જ્યારે કોંગ્રેસ નેતા

રાહુલ ગાંધી આજે પંજાબ પ્રવાસે છે. તેઓ આજે પંજાબના માણસા જશે અને જાણીતા પંજાબી સિંગર સિદ્ધુ

મૂસેવાલાના પરિવારને મળી શકે છે. સાધુ સિંહ ધર્મસોતની ધરપકડ પંજાબના અમલોહથી કરાઈ. કોંગ્રેસના નેતા

સાધુ સિંહ ધર્મસોત પર આરોપ છે કે તેઓ જ્યારે પંજાબ સરકારમાં મંત્રી હતા ત્યારે ઝાડ કાપવા દેવાના બદલામાં

લાંચ લીધી હતી. જાે કે કેપ્ટન અમરિન્દર સિંહની ખુરશી ગઈ તો ધર્મસોતને પણ મંત્રીપદેથી હટાવાયા હતા. હવે

પંજાબમાં ભગવંત માનના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટીની સરકાર છે જેણે ભ્રષ્ટાચાર મામલે અગાઉ પોતાના જ

સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર વિજય સિંગલાને હટાવ્યા હતા અને હવે કોંગ્રેસ નેતા ધર્મસોતને દબોચ્યા છે. વિઝિલન્સ

બ્યૂરોએ વન વિભાગના કેટલાક અધિકારીઓને લાંચના આરોપમાં પકડ્યા તો ચોંકાવનારા ખુલાસા થયા. જેમાં સાધુ

સિંહ ધર્મસોતનું પણ નામ આવ્યું. અધિકારીઓએ કરેલા ખુલાસા મુજબ ધર્મસોત જ્યારે કોંગ્રેસ સરકાર સમયે મંત્રી

હતા ત્યારે એક ઝાડ કાપવા દેવા બદલ તેઓ ૫૦૦ રૂપિયા લાંચ લેતા હતા. આ સિવાય નવા વૃક્ષારોપણ માટે પણ

લાંચ લેવાતી હતી. તેના આધારે વિઝિલન્સ બ્યૂરોએ આ પૂર્વમંત્રીની ધરપકડ કરી છે. પૂર્વ મંત્રી સાધુ સિંહ

ધર્મસોત પોસ્ટ મૈટ્રિક સ્કોલરશીપ કૌભાંડ સાથે પણ લાંબા સમય સુધી જાેડાયેલા હતા. સામાજિક સુરક્ષા મંત્રી હતા

ત્યારે તેમના પર આરોપ લાગ્યા હતા કે તેઓ ખોટી રીતે સ્કોલરશીપના પૈસા પ્રાઈવેટ કોલેજાે અને

યુનિવર્સિટીઓને આપતા હતા. વિધાનસભામાં તે મુદ્દે ભારે હોબાળો પણ મચ્યો હતો. આમ છતાં તત્કાલિન કેપ્ટન

અમરિન્દર સિંહની સરકારે ધર્મસોતને ક્લિનચીટ આપી હતી.

Related Posts