પંજાબના ગુરદાસપુર નજીકમાં આવેલા સલેમપુર અરૈયા ગામમાંથી પોલીસને એક ટિફિન બોમ્બ અને ચાર હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા. પેકિંગ જાેઈને પોલીસે એવી અટકળ લગાવી હતી કે એ પાકિસ્તાનમાંથી ઘૂસાડવામાં આવ્યા હતા. અગાઉ દીનાનગરમાંથી આરડીએક્સનો જથૃથો મળી આવ્યો હતો. પોલીસ અધિકારી ઈકબાલ પ્રીત સિંહે જણાવ્યું હતું કે પ્રાથમિક ચેકિંગ દરમિયાન આ વિસ્ફોટકો અને હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા. એ પછી તુરંત બોમ્બને નિષ્ક્રિય બનાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. તે ઉપરાંત આસપાસના વિસ્તારમાં હાઈએલર્ટ જારી કરવામાં આવ્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે જે હેન્ડગ્રેનેડ મળી આવ્યા છે એવા જ હેન્ડ ગ્રેનેડનો ઉપયોગ પઠાણકોટ હુમલામાં થયો હતો. તેના આધારે પોલીસે આ ગ્રેનેડ પાકિસ્તાનમાંથી ઘૂસાડયા હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. પોલીસે આ ઘટનાને પગલે નજીકના વિસ્તારોમાં નાકાબંધી કરીને આતંકવાદીઓને ઝડપી લેવાની કવાયત શરૂ કરી હતી.પંજાબના ગુરદાસપુર નજીકના ગામમાંથી ટિફિન બોમ્બ અને ચાર હેન્ડ ગ્રેનેડ મળી આવતા આખાય વિસ્તારમાં હાઈએલર્ટ જારી કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓની શોધખોળ શરૂ થઈ હતી.
પંજાબના ગુરદાસપુરમાંથી ટિફિન બોમ્બ, ચાર હેન્ડગ્રેનેડ મળતા એલર્ટ

















Recent Comments