fbpx
રાષ્ટ્રીય

પંજાબના નવા મુખ્યમંત્રીની મોટી ભેટ: કરોડોના બાકી વિજબીલ માફ કરાયા


પંજાબ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી સરકારે પ્રજાલક્ષી ર્નિણયો લવાની શરુાત કરી દીધી હતી. તે ઉપરાંત અન્ય રાજકીય સમીકરણ એવુ પણ છે કે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તાજેતરમાં જ રાજ્યની મુલાકાત દરમ્યાન પ્રજાને વચન આપ્યું હતું કે જાે તેમનો પક્ષ સત્તા ઉપર આવશે તો પ્રજાને ૩૦૦ યુનિટ સુધીની વીજળી મફતમાં આપવામાં આવશે. કેજરીવાલની આ જાહેરાતથી ફફડી ગયેલી કોંગ્રેસની સરકારે સત્લરે પ્રજાને ખુશ કરી દેવા આ જાહેરાત કરી હતી.કેબિનેટની બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી ચન્નીએ કહ્યું હતું કે રાજ્યમાં રાજ્યમાં ૫૫ હજારથી ેક લાખ સુધીના એવા કેસ છે જેઓના કનેક્શન બીલ નહીં ભરી શકવાના કારણ કપાઇ ગયા છે. આ તમામ કનેક્શન ફરીથી કોપિણ જાતનો ચાર્જ લીધા વિના ચાલુ કરી દેવાશે. મુખ્યમંત્રી વધુ માહિતી આપતા કહ્યુ હતું કે રાજ્યમાં અંદાજે ૭૨ લાખ વીજળીના ગ્રાહકો છે જે પૈકી ૫૩ લાખ ગ્રાહકોની વીજળીના મીચરો ૨ કિલો વોટ સુધીના છે. જાે કે મુખ્યમંત્રીએ એવી પણ સ્પષ્ટતા કરી હતી કે એવા લોકોના જ બિલ માફ કરવામાં આવશે જેઓનો લોડ ૨ કિલો વોટ સુધીનો છે અને તેમના બિલોમાં પાછલી બાકી રકમ ઉમેરાઇને આવી છે.જે બાકી રકમ છે તેને પણ માફ કરી દેવામાં આવશે.

બુધવારે રાજ્ય સરકારની કેબિનેટની મળેલી બેઠકમાં આ ર્નિણય લેવાયો હતો. સરકારના આ ર્નિણયના કારણે રાજ્યની તિજાેરી ઉપર વાર્ષિક રુ. ૧૨૦૦ કરોડનો વધારાનો બોજ પડશે. યાદ રહે કે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની ૩૦૦ યુનિટ સુધીની વીજળી મફત આપવાની જાહેરાત બાદ રાજ્યામાં રાજકીય રીતે બેચેની વધી ગઇ હતી. કેજરીવાલ હાલ પંજાબના બે દિવસના પ્રવાસે આવ્યા છે. આ દિવસ દરમ્યાન તે જાહેરસભા ઉપરાંત વેપારીઓ સાતે મંત્રણા જેવા કાર્યક્રમોમાં ભાગ લેસે અને ૩૦ સપ્ટેમ્બરે ફરીથી નવી કોઇ જાહેરાત કરે એવી શક્યતા છે.પંજાબના નવનિયુકત મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ રાજ્યના વીજળીના ગ્રાહકોને આજે મોટી ભેટ આપી હતી. રાજ્ય સરકારે લીધેલા ર્નિણયો અંગેની જાહેરાત કરતા મુખ્યમંત્રી ચન્નીે કહ્યું હતું કે રાજ્યમાં ૨૯ સપ્ટેમ્બર-૨૦૨૧ સુધીમાં જે લોકોના વીજળીના બિલો બાકી છે તેઓના બાકી બિલોની તમામ રકમ માફ કરી દેવામાં આવશે. સરકારના આ ર્નિણયથી અંદાજે ૫૩ લાખ પરિવારોને લાભ થશે. તે સાથે જે લોકોના કનેક્શન બીલ નહી ભરી શકવાના કારણે કપાઇ ગયા છે તેઓના બાકી લ્હેણાની રકમ પણ રાજ્ય સરકાર ભરશે અને તેઓના કનેક્શન ફરીથી ચાલુ કરી દેવાશે.

Follow Me:

Related Posts