પંજાબના મુખ્યમંત્રી અમરિંદરે રાજીનામું આપ્યું
પંજાબમાં અત્યારે મુખ્યમંત્રી અને પક્ષના વડા (સિદ્ધુ) બંને શીખ ચહેરા છે. આનાથી હિન્દુઓ અને શીખોની સંવાદિતાનું રાજકીય ગણિત ખોરવાઈ ગયું છે. આવી સ્થિતિમાં ચર્ચા છે કે શું કોઈ હિન્દુ ચહેરાને ૫ મહિના માટે મુખ્યમંત્રીની ખુરશી આપી શકાય છે? આવી સ્થિતિમાં સુનીલ જાખડનું નામ સામે આવી રહ્યું છે. પૂર્વ મંત્રી લાલ સિંહ પણ આ દિવસોમાં કેપ્ટનની નજીક રહ્યા છે. બીજી તરફ, સાંસદ પ્રતાપ સિંહ બાજવા પણ લાંબા સમયથી ખુરશી મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. આ સિવાય રાજીન્દર કૌર ભટ્ટલ પર પણ નજર બનેલી છે, જે પહેલાં પણ સીએમ રહી ચૂક્યાં છે.જાે બળવાખોર જૂથ કેપ્ટન અમરિંદર સિંહ પર ભારે પડશે અને તેમણે ખુરશી છોડવી પડી તો પંજાબ કોંગ્રેસ સમક્ષ મોટો પ્રશ્ન એ હશે કે આ કમાન કોને સોંપવી જાેઈએ. જાેકે બળવાખોર જૂથનું નેતૃત્વ કરનારા સુખજિંદર રંધાવા પણ મુખ્યમંત્રી બનવાની ઈચ્છા ધરાવે છે, પરંતુ આમ કરવાથી કેપ્ટન ગ્રુપના ધારાસભ્યો નારાજ થશે.નવજાેત સિદ્ધુને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવાયા ત્યારથી કોંગ્રેસમાં હંગામો ચાલી રહ્યો છે. ખાસ કરીને કેપ્ટનના વિપક્ષી જૂથે બીજી વખત મોરચો ખોલ્યો છે, જ્યારે આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.
આવી સ્થિતિમાં કોંગ્રેસ ઈચ્છશે કે આ મામલો વહેલી તકે ઉકેલાય. જાેકે કેપ્ટન સામે બળવો કરવાની દરેક શરત અત્યારસુધી નિષ્ફળ રહી છે. આવી સ્થિતિમાં હવે સિદ્ધુ કેમ્પ સંપૂર્ણ જાેર લગાવશે કે આજની બેઠકમાં જ કેપ્ટનને ખુરશી પરથી દૂર કરવાનો ર્નિણય લેવામાં આવે.ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે એ બાબતે જાણ થતાં જ કેપ્ટન અમરિંદર સિંહે તેમના નજીકના ધારાસભ્યોને પણ સિસવા ફાર્મ હાઉસમાં બેઠક માટે બોલાવ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે અહીં બળવાખોર જૂથ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની સ્થિતિમાં તેની સામે લડવા માટેની એક યોજના તૈયાર કરવામાં આવશે.પંજાબ કોંગ્રેસમાં હંગામો હવે એટલી હદે વધી ગયો છે કે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ રાજ્યપાલને મળીને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાના રાજીનામા સાથે સમગ્ર મંત્રીમંડળનું પણ રાજીનામું રાજ્યપાલને સોંપી દીધા છે. કેપ્ટન અમરિંદરે રાજીનામું આપ્યા પછી મીડિયા સાથે વાત કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં કેપ્ટન અમરિંદરે જણાવ્યું કે, કોંગ્રેસમાં મારું સતત અપમાન કરવામાં આવતું હતું.
કોંગ્રેસને મારા પર વિશ્વાસ નહતો રહ્યો. એક મહિનામાં ત્રણ વખત મને દિલ્હી બોલાવવામાં આવ્યો હતો. પરિણામે સવારથી જ મારું રાજીનામું આપવાનું નક્કી હતું. હવે કોંગ્રેસ ઈચ્છે તેને મુખ્યમંત્રી બનાવી શકે છે. મારી પાસે અન્ય વિકલ્પો પણ ખુલ્લા છે. જાે સૂત્રોનું માનીએ તો કેપ્ટને આજે સમગ્ર વિવાદનો અંત લાવવા કહ્યું છે. કેપ્ટને એવી ધમકી પણ આપી છે કે જાે તેમને સીએમ પદ પરથી હટાવી દેવામાં આવશે તો તેઓ પાર્ટી પણ છોડી દેશે. તેમણે આ સંદેશ પાર્ટી હાઈકમાન્ડ સુધી પહોંચવા માટે કહ્યું છે. અગાઉ, સિદ્ધુના વ્યૂહાત્મક સલાહકાર મુહમ્મદ મુસ્તફાએ સાડા ચાર વર્ષ પછી કોંગ્રેસના સીએમ પસંદ કરવાની તક અંગે મોટું નિવેદન આપ્યું છે.
મોટો સવાલ એ થઈ ગયો છે કે સન્માનજનક વિદાય માટે કેપ્ટન અમરિંદર સિંહ રાજીનામું આપશે અથવા ધારાસભ્યો પક્ષની બેઠકમાં જ અવિશ્વાસ પ્રસ્તાવ આપશે. કેપ્ટને અંદાજે ૨ વાગે તેમના ગ્રુપની બેઠક બોલાવી છે અને ધારાસભ્યોને આવવા કહ્યું છે. કેપ્ટનથી નાખુશ ૪૦ ધારાસભ્યના પત્ર પછી કોંગ્રેસ હાઈકમાન્ડે એક મોટો ર્નિણય લેતાં આજે સાંજે ૫ વાગ્યે ચંદીગઢમાં પંજાબ કોંગ્રેસ ભવનમાં ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે સોનિયા ગાંધીને મળ્યા બાદ શુક્રવારે મધ્યરાત્રિએ સોશિયલ મીડિયા પર ધારાસભ્ય દળની બેઠક અંગે માહિતી આપી છે. આજની બેઠકમાં અજય માકન અને હરીશ ચૌધરી કેન્દ્રીય નિરીક્ષક તરીકે હાજર રહેશે. આ બેઠક બાદ રિપોર્ટ તૈયાર કરીને હાઈકમાન્ડને મોકલવામાં આવશે.
Recent Comments