fbpx
રાષ્ટ્રીય

પંજાબના શિક્ષણ મંત્રી હરજાેત બેન્સની દુલ્હન બનશે આ IPS ઓફિસર

પંજાબની ભગવંત માન સરકારમાં શિક્ષણ મંત્રી હરજાેત બેન્સ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તેમના લગ્ન આ મહિને આનંદપુર સાહિબમાં થશે અને તેમની કન્યા આઈપીએસ અધિકારી હશે. જેમની સાથે તેમના લગ્ન થઇ રહ્યા છે તેઓ હાલમાં માનાસા એસપી છે. લગ્નની તૈયારીઓ જાેરશોરથી ચાલી રહી છે. શિક્ષણ મંત્રી અને આઈપીએસના લગ્નને લઈને પંજાબમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. પંજાબના શિક્ષણ મંત્રી હરજાેત બેન્સ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે. શિક્ષણ મંત્રી હરજાેત બેન્સ ૈંઁજી. અધિકારી ડૉ. જ્યોતિ યાદવ સાથે લગ્નના તાંતણે બંધાવા જઈ રહ્યા છે. ૈંઁજી ઓફિસર જ્યોતિ યાદવ તેમની દુલ્હન બનશે. જ્યોતિ યાદવ ૨૦૧૯ બેચના ૈંઁજી અધિકારી છે અને તેઓ હાલમાં માનસામાં એસપી તરીકે તૈનાત છે.

જ્યોતિ યાદવનો પરિવાર ગુડગાંવમાં રહે છે. કેબિનેટ મંત્રી હરજાેત બેન્સના લગ્ન માર્ચ મહિનામાં જ આનંદપુર સાહિબમાં થશે અને આ લગ્નની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પંજાબના શિક્ષણ મંત્રી હરજાેત બેન્સના લગ્નમાં અનેક રાજકીય હસ્તીઓ હાજરી આપે તેવી સંભાવના છે. આ સંદર્ભે વહીવટી સ્તરે પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. લગ્ન સમારોહમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન સહિત દિલ્હી અને પંજાબના ઘણા મંત્રીઓ હાજરી આપી શકે છે. આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે અન્ય રાજકીય પક્ષોના નેતાઓ પણ આવી શકે છે.

Follow Me:

Related Posts