fbpx
રાષ્ટ્રીય

પંજાબ નેશનલ બેંકે ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં વધારો કર્યો

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એફડી પરના વ્યાજ દરોમાં વધારો કર્યો છે. આ પહેલા પણ પીએનબીએ તેના એફડીના દરમાં વધારો કર્યો હતો. તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં વધારા બાદ એક પછી એક બેંકે વ્યાજદરમાં વધારો કરવાનું શરૂ કરી દીધું છે. લોન પરના વ્યાજ દરમાં વધારો કરવા ઉપરાંત બેંક ડિપોઝિટ પરના વ્યાજદરમાં પણ વધારો થયો છે. આનાથી રોકાણકારો માટે ફિક્સ્ડ ડિપોઝિટ કરવાનું આકર્ષક બન્યું છે. ઁદ્ગમ્એ ૨ કરોડ રૂપિયાથી ઓછીની હ્લડ્ઢ સ્કીમ પર વ્યાજ વધારવાની જાહેરાત કરી છે. વ્યાજના નવા દર ૨૦ જુલાઈ, ૨૦૨૨થી લાગુ થઈ ગયા છે. પીએનબી બેંકે ૭ થી ૪૫ દિવસમાં પાકતી હ્લડ્ઢ પર તેના વ્યાજ દરો ૩ ટકા પર સ્થિર રાખ્યા છે.

૪૬ થી ૯૦ દિવસમાં પાકતી હ્લડ્ઢ પર ૩.૨૫ ટકા વ્યાજ ચૂકવશે. ૯૧ થી ૧૭૯ દિવસની વચ્ચે પાકતી હ્લડ્ઢ પર ૪ ટકા વ્યાજ મળશે. ૧૮૦ દિવસ અને ૧ વર્ષથી ઓછી મુદતની પાકતી મુદત પર ૪.૫૦ ટકાના દરે વ્યાજ ચૂકવશે. બેંક ૧ વર્ષમાં પાકતી ફિક્સ્ડ ડિપોઝિટ પર ૫.૩૦ ટકાના વ્યાજ દર ઓફર કરવાનું ચાલુ રાખશે. બેંકે ૧ વર્ષથી વધુ અને ૧ વર્ષ સુધીની પાકતી હ્લડ્ઢ પર વ્યાજ દરમાં ૧૫ બેસિસ પોઈન્ટનો વધારો કરીને ૫.૪૫ ટકા કર્યો છે. ૨ વર્ષથી વધુ અને ૩ વર્ષ સુધીની પાકતી થાપણો પર ૫.૫૦ ટકા વ્યાજ દર ચૂકવવાનું ચાલુ રાખશે. ઁદ્ગમ્એ ૩ વર્ષથી વધુ અને ૫ વર્ષ સુધીની પાકતી થાપણો પર વ્યાજ દર ૦.૨૫ ટકા વધારીને ૫.૭૫ ટકા કર્યો છે. ૫ વર્ષથી વધુ અને ૧૦ વર્ષ સુધીની પાકતી હ્લડ્ઢ પર વ્યાજ દર ૫.૬૦ ટકા હશે.

ઁદ્ગમ્એ ૧૧૧૧ દિવસમાં પાકતી હ્લડ્ઢ પર વ્યાજ દર ૦.૨૫ ટકાથી વધારીને ૫.૭૫ ટકા કર્યો છે. નોંધનીય છે કે એસબીઆઈ, એક્સિસ બેંક, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, આઈડીબીઆઈ બેંકે તેમના એફડી દરમાં વધારો કર્યો છે. આ દરો વધારવાની પ્રક્રિયા આરબીઆઈ દ્વારા રેપો રેટમાં વધારા બાદ શરૂ થઈ છે. રિઝર્વ બેંકે મે અને જૂનમાં સળંગ બે મહિના માટે મુખ્ય દરોમાં ૦.૯ નો વધારો કર્યો હતો.

Follow Me:

Related Posts