પંજામના તરનતારન પો.સ્ટેશન પર થયેલ રોકેટ ગ્રેનેડ હુમલાનું આતંકીઓએ રચ્યું હતું ષડયંત્ર!..
પંજાબના તરનતારનમાં રોકેટ ગ્રેનેડ લોન્ચર હુમલા બાદ આ મામલામાં પાકિસ્તાનની ભૂમિકા ફરી એકવાર સામે આવી છે. આ સાથે પંજાબ સરકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉભા થયા છે. પંજાબના ડીજીપીના નિવેદન અનુસાર, પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ૈંજીૈંની ઉશ્કેરણી પર ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકવાદીઓની સાંઠગાંઠ દ્વારા આ હુમલાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રિંડાના સહયોગીઓ મુખ્ય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તરનતારન આતંકી હુમલામાં અત્યાર સુધીની તપાસમાં ખાલિસ્તાન લિબરેશન ફોર્સ ના આતંકવાદી લખબીર સિંહ લાંડાનો હાથ હોવાનું કહેવાય છે. તપાસ એજન્સીઓ અનુસાર, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ૈંજીૈંના કહેવા પર કેનેડામાં બેઠેલા ખાલિસ્તાન સમર્થક આતંકવાદી લખબીર સિંહ લંડાએ સરહાલી પોલીસ સ્ટેશન પર હુમલાનું કાવતરું ઘડ્યું હતું. આ કામમાં લંડાએ વિદેશમાં બેઠેલા ગેંગસ્ટર પાવરની મદદ લીધી હોવાનું સુત્રો જણાવે છે.
વાસ્તવમાં, કેનેડામાં બેઠેલા ખાલિસ્તાન તરફી આતંકવાદી લખબીર સિંહ લાંડા ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનના વડા લખબીર સિંહ રોડે દ્વારા તરનતારન જિલ્લામાં આતંકનું નવું નેટવર્ક ઉભું કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આનું સૌથી મોટું કારણ એ છે કે આતંકવાદીઓ અને ગેંગસ્ટર બંને તરનતારન જિલ્લાના જ છે. ઈન્ટેલિજન્સ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર મોહાલીમાં ઈન્ટેલિજન્સ વિંગ બિલ્ડિંગ અને હવે તરનતારન જિલ્લાના પોલીસ સ્ટેશન પર રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ હુમલો આતંકવાદીઓની બદલાયેલી વ્યૂહરચના છે.
આ હુમલો એ પણ સંકેત છે કે આતંકવાદીઓ એકે-૪૭ અથવા એકે-૫૬ અને હેન્ડ ગ્રેનેડ જેવા હથિયારોથી સીધા અને નજીકના હુમલાની વ્યૂહરચના છોડીને હવામાંથી હુમલો કરવાનું પસંદ કરી રહ્યા છે. ઘટનાસ્થળેથી રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડના ભાગો મળ્યાપ તપાસ એજન્સીઓ માની રહી છે કે તેમાં રહેલા વિસ્ફોટકોને ડ્રોન દ્વારા પાકિસ્તાનથી ભારતમાં છોડવામાં આવ્યા છે. હવે ઇન્ટેલિજન્સ અને તપાસ એજન્સીઓ તરનતારન જિલ્લામાં તે નવા સભ્યો પર નજર રાખી રહી છે, જેઓ તાજેતરમાં ખાલિસ્તાની આતંકવાદીઓની ઉશ્કેરણી પર આ ભયંકર નેટવર્કમાં જાેડાયા છે.
Recent Comments