ભાવનગર

પંડીત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથી નિમીત્તે આવતી કાલે કાર્યક્રમ

નંદફાર્મ , શિહોર ખાતે સવારે ૦૯/૦૦ કલાકે આવતી કાલે તા . ૧૧ , ફેબ્રુઆરી , પં . દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથી નિમીત્તે નંદફાર્મ , શિહોર ખાતે સવારે ૦૯/૦૦ કલાકે પ્રદેશ પ્રમુખ શ્રી સી . આર . પાટીલ , તેમજ મા . મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલ તેમજ પ્રદેશના અગ્રણીઓ દ્વારા ઉમેદવારશ્રીઓ અને સીનીયર કાર્યકર્તાઓને સંકલ્પ લેવડાવશે , આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ તમામ જીલ્લા મથકોએ કરવામાં આવશે અને તમામ આગેવાનશ્રીઓ દ્વારા ઉદ્બોધન કરવમાં આવશે . આ કાર્યક્રમ માટે ભાવનગર જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી મુકેશ લંગાળીયા , મહામંત્રી શ્રી ભુપતભાઇ બારૈયા , રસીકભાઇ ભીંગરાડીયા અને શ્રી ભરતસિંહ ગોહિલ દ્વારા તમામ મંડલ પ્રમુઓ અને સ્થાનિક સ્વરાજયની ટીકીટ માટેના દાવેદારશ્રીઓને , આગેવાનો , અને વડીલોને ઉપસ્થીત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવેલ છે . તેમ જીલ્લા ભા.જ.પા. પ્રવકતા અને મીડીયા સેલ કન્વીનર શ્રી કિશોર ભટ્ટ ની અખબારી યાદીમાં જણાવાયુ છે .

Related Posts