રાષ્ટ્રીય

પંતે ઇંગ્લેન્ડ કેપ્ટન રુટ અને સ્ટર્લિંગને પણ પછાડ્યા આઇસીસીએ પંતને પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ આપ્યો

પંતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડની ટેસ્ટમાં ૯૭ રનની ઈનિંન અને બ્રિસ્બેનમાં અણનમ ૮૯ રન ફટકાર્યા હતા

ભારતના વિકેટકીપર બેસ્ટમેન ઋષભ પંતને આઇસીસીએ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન શાનદાર પ્રદર્શનને લીધે એવોર્ડ આપ્યો છે. આઇસીસીએ પંતને પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ આપ્યો છે. આ એવોર્ડ માટે ઇંગ્લેન્ડના કેપ્ટન જાે રૂટ અને આયરલેન્ડના બેસ્ટમેન પોલ સ્ટર્લિંગ પણ નોમિનેટ થયા હતા.

આઇસીસીએ આ એવોર્ડની શરૂઆત આ વર્ષથી જ કરી છે. જેમાં મહિનાના બેસ્ટ ક્રિકેટરની પસંદગી કરવામાં આવે છે. આઇસીસીએ ટિ્‌વટર એકાઉન્ટ પર આ વાત શેર કરી હતી. સાથે જ પંતને આ ખાસ એવોર્ડ જીતવા બદલ શુભેચ્છા પાઠવી હતી.
પંતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડનીમાં ૯૭ રનની પારી રમી હતી, જેના લીધે ભારત મેચ ડ્રો કરવામાં સફળ રહ્યું હતું. જ્યારે બ્રિસબેનમાં અણનમ ૮૯ રનની પારીને લીધે ભારતે જીત હાંસલ કરી સીરિઝ જીતી હતી. આ એવોર્ડ અંગે ખુશી વ્યક્ત કરતાં પંતે કહ્યું કે, કોઇપણ ખેલાડી માટે ટીમની જીતમાં યોગદાન આપવું સૌથી મોટું પુરસ્કાર હોય છે. પરંતુ આ પ્રકારની પહેલ યુવાઓને પોતાને સારું બનાવવા માટે પ્રેરિત કરે છે.

તેણે કહ્યું કે, હું ટીમ ઇન્ડિયાના પ્રત્યેક સભ્યોને આ પુરસ્કાર સમર્પિત કરું છું, જેણે ઓસ્ટ્રેલિયામાં અમારી જીતમાં યોગદાન આપ્યું. હું દરેક ફેન્સનો પણ આભાર માનું છું કે જેમણે મને વોટ આપ્યા.

Follow Me:

Related Posts