પટેલે ત્રણ ટેસ્ટમાં ૨૭ વિકેટ ઝડપી અક્ષર પટેલ ડેબ્યૂ સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનાર દુનિયાનો પ્રથમ બોલર બન્યો
ભારતીય ટીમના સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યુ અને આ તેના માટે ડ્રીમ ડેબ્યૂ સાબિત થયું છે. આ ટેસ્ટ સિરીઝમાં તેણે પોતાની સ્પિનનો જાદૂ દેખાડ્યો અને ઈંગ્લેન્ડના બેટ્સમેનો તેના સામે બેકફુટ પર આવી ગયા હતા. અક્ષર પટેલે આ ટેસ્ટ સિરીઝમાં ચાર વખત એક ઈનિંગમાં પાંચ વિકેટે લેવાનો કમાલ કર્યો આ સાથે તેણે પોતાની પર્દાપણ સિરીઝમાં ટેસ્ટ ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે.
અક્ષર પટેલે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાર મેચોની ટેસ્ટ સિરીઝની બીજી મેચ દ્વારા પોતાનું પર્દાપણ કર્યુ હતું. ત્યારબાદ તેણે ટેસ્ટ સિરીઝમાં કુલ ૨૭ વિકેટ ઝડપી અને વિકેટ લેવાના મામલામાં તે ભારત તરફથી બીજા ક્રમે રહ્યો. આ મામલામાં અશ્વિન પ્રથમ નંબર પર છે અને તેણે કુલ ૩૨ વિકેટ ઝડપી છે. અક્ષર પટેલે આ સિરીઝમાં ૨૭ વિકેટ ઝડપી અને પર્દાપણ ટેસ્ટ સિરીઝ (ઓછામાં ઓછી ત્રણ મેચોની સિરીઝ) માં સૌથી વધુ વિકેટ ઝડપનાર દુનિયાનો પ્રથમ બોલર બની ગયો છે. અક્ષર પટેલ પહેલા ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અજંતા મેન્ડિસના નામે હતો, જેણે વર્ષ ૨૦૦૮મા ભારત વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં ૨૬ વિકેટ લીધી હતી.
Recent Comments