fbpx
ગુજરાત

પટેલ સમાજ ભોળો છે અને ભોળપણનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો હતો : નરેશ પટેલગુજરાતમાં પટેલ સમાજની સવા કરોડ જેટલી વસ્તી છે, ગમે ત્યારે જરૂર પડે ત્યારે ભેગુ થવું.

ખોડલધામ વિદ્યાર્થી સમિતિ કન્વીનર મીટ-૨૦૨૩ બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં નરેશ પટેલે પાટીદાર યુવકોને હુંકાર કરતા કહ્યું કે, આપણે સવા કરોડ છીએ, જરૂર પડે તો ભેગા થઈ જવું. પાટીદાર યુવાનો હાલના સમયમાં મૂછોના આકડા રાખતા થયા છે, મૂછોના આંકડા રાખવા પણ ઉપયોગ કરવો પડે ત્યારે કરી લેવો જાેઈએ. ખોડલધામ મંદિર એ લેઉવા પટેલ સમાજના આસ્થાનું પ્રતિક છે. જેમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડની યુવા પાંખ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ-દ્ભડ્ઢફજી ૨૦૨૩ની મીટ યોજાઈ હતી. નરેશ પટેલના અધ્યક્ષ સ્થાને વિદ્યાર્થી સમિતિ કન્વીનર મીટ-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખોડલધામમાં કન્વિનર મીટમાં નરેશ પટેલે નિવેદન આપ્યું કે, પટેલ સમાજ બહોળો અને ભોળો છે. પટેલ સમાજનો ફાયદો ખોટી રીતે લેવામાં આવી રહ્યો છે.

શેરીમાં ઝઘડો થાય તો ૫ સામે ૫૦ હોય તો હટી જવું પડે. આપણે તો ગુજરાતમાં સવા કરોડ છીએ. જ્યાં જરૂર પડે ત્યાં ભેગા થવું જાેઈએ. પટેલ સમાજના યુવાનોમાં મૂછો રાખવાની ફેશન છે. આંકડાઓ રાખે છે તો જરૂર પડે ત્યાં ઉપયોગ પણ કરી લેવો. આ પ્રસંગે નરેશ પટેલે ગર્ભીત ઈશારો કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં પટેલ સમાજની સવા કરોડ જેટલી વસ્તી છે, ગમે ત્યારે જરૂર પડે ત્યારે ભેગુ થવું. ઉપરાંત પાટીદાર યુવાનો હાલના સમયમાં મૂછોના આકડાનો ઉપયોગ રાખતા થયા છે. મૂછોના આકડા રાખવા પણ ઉપયોગ કરવા જેવો લાગે ત્યારે કરી લેવો જાેઈએ. પટેલ સમાજ ભોળો છે. જે ભોળપણનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો હતો. યુવાનો હવે બહાર આવી રહ્યા છે. ખોડલધામ ખાતે દરરોજના ૨૦ હજાર જેટલા દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે.

Follow Me:

Related Posts