પટેલ સમાજ સહિત અનેક સમાજ–સંસ્થાઓમા દિલીપ સંઘાણી નું યોગદાન છે સંઘાણી સામેના આક્ષેપો પાયાવિહોણા : અરૂણ પટેલ નો આક્રોષ
પટેલ સમાજ અને ૧૦૦ વર્ષ જુની સમાજની સંસ્થા સાથે સંકળાયેલ છું
સંઘાણી પુરી પાડે છે જરૂરતમંદ દિકરીઓને નિ:શુલ્ક યુનિફોર્મ, ફી, પાઠયપુસ્તકની મદદ
જીલ્લાના અસંખ્ય યુવાનોની રોજગારી પુરી પાડતુ દૂઘ સંઘ, જીલ્લા બેંક
ભરતીમા એક પણ રૂપિયો લીધો નથી , બેંકનો વહીવટ પારદર્શક
અમરેલી જીલ્લાના યુવાનો માટે નોકરી અને રોજગારીની અનેક તકો ઉભી કરી હોય તો તેનો જસ માત્રને માત્ર દિલીપ સંઘાણીને ફાળે જાય છે, જેમા એકપણ રૂપિયો લીધા વગર યુવાનોને નોકરી રોજગારી આપી છે–બેંકનો વહીવટ સંપૂર્ણ પારદર્શક ચાલે છે જેનો મને અને સમગ્ર અમરેલી જીલ્લાની જનતાને જાત અનુભવ છે તેમ અમરેલી જીલ્લાની પટેલ સમાજની સૌથી જુની સંસ્થા સાથે અને પટેલ સમાજકાર્ય સાથે સંકળાયેલા જીલ્લા બેંકના વાઈસ ચેરમેન અરૂણ પટેલે જણાવેલ છે. કોઈપણ અપેક્ષા વગર યુવાનોને નોકરી આપતા અને સમાજ માટે દિનરાત કામ કરતા દિલીપ સંઘાણી સામે બીલાડીના ટોપની જેમ ઉગી નિકળેલા માણસો સંઘાણી સામે ભરતીમા નાણા કમાયાની વાતો કરે તે સંપૂર્ણ વાહિયાત અને પાયાવિનાની છે તેમ અરૂણ પટેલે જણાવેલ છે.
અરૂણ પટેલ એ વધુમા જણાવેલ છે કે, દિલીપભાઈ સંઘાણીએ જ્ઞાતિ–જાતિના ભેદભાવ વગર દરેકને રોજગારીની તક અમરેલી જીલ્લામાં પુરી પાડેલ છે, જીલ્લા બેંક, અમર ડેરી, પટેલ બોલ્ડીંગ સહિત અને સંસ્થાઓ તેમના માર્ગદર્શન તળે ચાલે છે સમાજનું ભલુ કરેલ છે, દિલીપભાઈ પટેલ પટેલ સમાજ સહિત તમામ સમાજ માટે સારૂ કામ કરતા હોઈ તેવા સમયે વાહિયાત વ્યકિતઓ વિડીયો બનાવીને મુકે છે આવા જ લોકો સમાજને બદનામ કરે છે તેમ વિડીયો બનાવનાર વ્યકિત સામે આક્રોષ વ્યકત કરતા અરૂણ પટેલ એ જણાવેલ છે.
અમરેલી જીલ્લામાં ભૂતકાળમાં ખુબ પ્રષ્ઠિાવાળા (મોટાઘરો) ની હાલની આર્થીક સ્થિતી ભાંગી પડવાના કારણે તેઓ સમાજમાં માનભરી પ્રતિષ્ઠાને કારણે હાથ લાંબો કરી શકે તેમ ન હોય તેવા જરૂરીયાતવાળા પરિવારોના દિકરાને–દિકરીને આર્થીક ટેકો અને પ્રષ્ઠિા જળવાય રહે તેવા હેતુથી નોકરી આપી અને તે પણ એકપણ રૂપિયો લીધા વગર જે કામ સંઘાણીની સેવાઓળખ સમાન છે.
Recent Comments