‘પઠાણ’ફિલ્મનું વિદેશમાં રેકોર્ડબ્રેક એડવાન્સ બુકિંગ
ફિલ્મ ‘પઠાણ’ તેના પહેલા ગીત ‘બેશરમ રંગ’ના કારણે વિવાદોમાં છે. સેન્સર બોર્ડે પણ ફિલ્મના નિર્માતાઓને ગીતો અને ફિલ્મમાં ફેરફાર કરવાનું કહીને તેમની મુશ્કેલીઓ વધારી દીધી છે અને ફિલ્મની રિલીઝ પહેલા તેમને ફરીથી બતાવવાનો આદેશ આપ્યો છે. ભારતમાં ‘પઠાણ’ રિલીઝ પહેલા જ ખરાબ રીતે ફસાઈ ગઈ છે, પરંતુ વિદેશમાં વાતાવરણ અલગ છે. ખરેખર, જર્મનીમાં ‘પઠાણ’નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. લોકો ઉત્સાહપૂર્વક ફિલ્મની એડવાન્સ ટિકિટ ખરીદી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુકિંગના જે આંકડા સામે આવી રહ્યા છે તે અવિશ્વસનીય છે. એડવાન્સ બુકિંગના કિસ્સામાં પઠાણ જૂના રેકોર્ડનેે તોડી નવા રેકોર્ડ સર્જી રહી છે. જર્મનીમાં ૨૮ ડિસેમ્બરથી ફિલ્મનું એડવાન્સ બુકિંગ ચાલુ છે.
જેમાં ‘પઠાણ’નો ફર્સ્ટ ડે શો રિલીઝ પહેલા જ હાઉસફુલ થઈ ગયો છે. વિદેશમાં શાહરૂખ ખાન અને તેની ફિલ્મોના લાખો ચાહકો છે. ખાસ કરીને જર્મનીમાં તેના વિશે એક અલગ જ ક્રેઝ છે. ‘પઠાણ’ને વિદેશોમાં પ્રેમ મળી રહ્યો છે ત્યારે દેશમાં ફિલ્મ ખરાબ રીતે અટવાઈ ગઈ છે. ‘પઠાણ’ના નિર્માતાઓએ તેના બે ગીતો રિલીઝ કર્યા છે. દર્શકો લાંબા સમય પછી શાહરૂખ ખાનને એક્શન અવતારમાં જાેશે. ફેન્સ હવે તેના ટ્રેલરની રાહ જાેઈ રહ્યા છે. ફિલ્મમાં શાહરૂખ ખાન અને જ્હોન અબ્રાહમ વચ્ચે જબરદસ્ત લડાઈના દ્રશ્યો શૂટ કરવામાં આવ્યા છે. બીજી તરફ, દીપિકા પાદુકોણ પહેલા ક્યારેય ન જાેઈ હોય તેવા લુકમાં જાેવા મળશે. આ ફિલ્મ આ મહિને ૨૫ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આવશે.
Recent Comments