શાહરુખ ખાનની ફિલ્મ પઠાનનું બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન થઈ રહ્યું છે. થિએટર્સમાં શોઝ હજૂ પણ હાઉસફુલ થઈ રહ્યા છે અને પઠાન ભારત સહિત અન્ય દેશોમાં પણ રેકોર્ડ બિઝનેસ કરી રહી છે. રિલીઝ ડે પર જ ૫૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કરીને શાહરુખ ખાનની ફિલ્મે એ લોકોના મોં પર તમાચો મારી દીધો હતો જે એવું કહેતા હતા કે, શાહરુખ ખાનનું સ્ટારડમ હવે ખતમ થઈ ગયું છે. દીપિકા પાદુકોણ, જાેન અબ્રાહ્મ અને સલમાન ખાન સ્ટારર ફિલ્મે ત્રણ દિવસમાં ૩૧૩ કરોડ ૧ લાખ રૂપિયાનો વર્લ્ડવાઈડ બિઝનેસ કર્યો હતો અને માનવામાં આવતું હતું કે, વીકેન્ડ હોવાના કારણે ચોથા દિવસે પણ આ ફિલ્મમાં જબરદસ્ત ઉછાળો જાેવા મળશે.
અને થયું પણ એવું. ચોથા દિવસે બિઝનેસ સીધો ૧૦૦ કરોડને પાર થયો અને આંકડો ૪ દિવસમાં ટોટલ બિઝનેસ ૪૦૦ કરોડથી વધારે થઈ ચુક્યો છે. કારણ કે થિએટર્સમાં હજૂ પણ ફુટફોલ બહુત હાઈ છે અને લોકો હજૂ પણ આ ફિલ્મ જાેવા માટે આવી રહ્યા છે. તો એવું માનવામાં આવી રહ્યું છે કે, કમ સે કમ આગામી ૧૦ દિવસ સુધી તેની આંધી ધીમી પડશે નહીં. પઠાનના બિઝનેસને લઈને અર્લી એસ્ટિમેટ્સનું માનીએ તો, પઠાન ચાર દિવસનું વર્લ્ડવાઈડ કલેક્શન ૪૧૪થી ૪૨૫ કરોડ રૂપિયાની વચ્ચે રહેશે. જાે કે, સત્તાવાર રીતે આંકડા સામે આવ્યા નથી.
આપને જણાવી દઈએ કે, ફિલ્મે ત્રણ દિવસમાં વર્લ્ડવાઈડ કલેક્શન ૩૧૩ કરોડ હતું. રફ્તાર એવી રહી છે કે, આ ફિલ્મ દરરોજ ૧૦૦ કરોડ રૂપિયાનો જંપ લઈ રહી છે. ભારતીય બોક્સ ઓફિસ પર પણ ફિલ્મની રફત્રા જબરદસ્ત રહી છે. અહીં ઉલ્લેખનિય છે કે, શાહરુખ ખાનની લાંબા સમય બાદ બોક્સ ઓફિસ પર વાપસી થઈ છે અને પોતાના વિરોધીઓને બતાવી દીધું છે કે, ફિલ્મમાં હજૂ પણ જાેર બાકી છે. થિએટર્સમાંથી આવી રહેલા વીડિયોમાં જાેઈ શકાય છે કે, ફેન્સમાં શાહરુખ પ્રત્યે ગજબની દિવાનગી છે.
Recent Comments