બોલિવૂડ

‘પઠાણ’ ફિલ્મ આ તારીખે OTT પર થશે રિલીઝ, ક્યારે અને ક્યાં જાેઇ શકશો ફિલ્મ, જાણી લો

બોલીવુડનો કિંગ ખાન શાહરૂખ ખાન પોતાની મચ અવેટેડ ફિલ્મ ‘પઠાણ’થી ચાર વર્ષ બાદ કમબેક કરી રહ્યો છે. તેવામાં ફેન્સ પણ ‘પઠાણ’ની આતુરતાથી રાહ જાેઇ રહ્યાં છે. આ વચ્ચે ‘પઠાણ’ની આટીટી રિલીઝ ડેટ નો પણ ખુલાસો થઇ ગયો છે. જણાવી દઇએ કે શાહરૂખ ખાનની એક્શન ફિલ્મ ‘પઠાણ’ની થિએટ્રિકલ રિલીઝના નવ દિવસ પહેલા, દિલ્હી હાઇકોર્ટે સોમવારે યશરાજ ફિલ્મ્સની ફિલ્મમાં ઓટીટી રિલીઝ માટે કેટલાંક બદલાવ કરવાના આદેશ આપ્યા છે. આ દરમિયાન જ ખુલાસો થયો કે પઠાણ ૨૫ એપ્રિલે ઓટીટી પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થઇ શકે છે. દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા પહેલાથી જ અપ્રુવ કરવામાં આવી છે.

જ્યારે ‘પઠાણ’ ઓટીટી પ્લેટફોર્મ પ્રાઇમ વિડિયો પર ૨૫ એપ્રિલે પ્રિમિયર થશે. જાે કે, તે પહેલા તેને રી-સર્ટિફિકેશન માટે સીબીએફસીને ફરીથી સબમિટ કરવું પડશે. બાર એન્ડ બેન્ચના જણાવ્યા અનુસાર, દિલ્હી હાઈકોર્ટે ‘પઠાણ’ના મેકર્સને વિઝુઅલ અને હિયરિંગ ૈંદ્બॅટ્ઠૈદ્બિીહંજ વાળા લોકોના ફાયદા મોટે ફિલ્મની ઓટીટી રિલીઝ માટે હિન્દી સબટાઈટલ્સ, ક્લોઝ કૅપ્શન્સ સાથે સાથે ઑડિયો ડિસ્ક્રીપ્શન આપવાનો નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે સીબીએફસીને આપેલી સૂચનાઓ મુજબ ફેરફાર કરીને ફરીથી સર્ટિફિકેટ મેળવવા માટે પણ કહ્યું છે. બાર એન્ડ બેંચના રિપોર્ટ અનુસાર, કોર્ટે મેકર્સને ૨૦ ફેબ્રુઆરી સુધીમાં રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ ઝ્રમ્હ્લઝ્રને ૧૦ માર્ચ સુધીમાં ર્નિણય લેવા માટે કહેવામાં આવ્યું છે.

જાેકે, કોર્ટે થિયેટર્સમાં રિલીઝ અંગે કોઈ નિર્દેશ આપ્યો નથી, કારણ કે ફિલ્મની રિલીઝ નજીક છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ફિલ્મ એપ્રિલમાં ર્ં્‌્‌ પર આવશે, તેથી ર્ં્‌્‌ વર્ઝનમાં તમામ ફેરફારો કરવા જરૂરી છે. તમને જણાવી દઈએ કે એક્શન-થ્રિલર ‘પઠાણ’ને સિદ્ધાર્થ આનંદ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે અને પઠાણ ૨૫ જાન્યુઆરીએ સિલ્વર સ્ક્રીન પર રિલીઝ થશે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન ચાર વર્ષ પછી ‘પઠાણ’થી સિલ્વર સ્ક્રીન પર પરત ફરશે. તે છેલ્લે અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ સાથે ફિલ્મ ‘ઝીરો’માં જાેવા મળ્યો હતો. સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ નયનતારા અને રાજકુમાર હિરાનીની ‘ડંકી’ ઉપરાંત શાહરૂખ ખાન પાસે એટલીની એક્શન થ્રિલર ‘જવાન’ પણ પાઇપલાઇનમાં છે.

Related Posts