fbpx
સૌરાષ્ટ - કચ્છ

પડધરીના ખામટાના યુવાને વ્યાજ સાથે રકમ ચૂકવી છતાં ગીરવે મૂકેલા સોનાના દાગીના અને કાર ન આપતા પોલીસમાં ફરિયાદ નોંધાવી

પડધરીના ખામટા ગામે રહેતા અને બ્રાસપાટનો ધંધો કરતા પિન્ટુ દામજી ડોબરીયાએ વ્યાજખોરી અંગે હાર્દિક ઉર્ફે લાલો ગોવિંદ ડાભી વિરૂદ્ધ પડધરી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીએ ઉચા વ્યાજે રકમ આપતી વખતે કાર અને દાગીના ગીરવે રાખ્યા બાદ મુદલ અને વ્યાજ ચૂકવાઈ જવા છતાં તે પરત આપવાની ના પાડી મારકૂટ કરતા તેની સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું છે કે, ૧૬ જૂન ૨૦૨૨ના રોજ ૧૨ તોલા સોનાના દાગીના ગી૨વે મૂકી હાર્દિક પાસેથી રૂ.૨.૪૦ લાખ ૫ ટકા વ્યાજે લીધા હતા.

જ્યારે ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ રૂ.૭ લાખ ૪ ટકા વ્યાજે લઈ પોતાની એમજી હેક્ટર કાર ગીરવે મુકી હતી. સ્ટેમ્પ પેપર ઉપર ત્રણ મહિનામાં રકમ પરત આપી કાર લઈ જવાનું લખાણ કરાવ્યું હતું. ત્રણ મહિના સુધી રૂ.૩૦ હજાર વ્યાજ ચૂકવવાનું નક્કી થયું હતું. પહેલા મહિનાના વ્યાજ સાથે તેને અગાઉ સોનાના દાગીના ગીરવે મુકી લીધેલા રૂ.૨.૪૦ લાખ ચૂકવી આપ્યા હતા. તે વખતે હાર્દિકે બે-ત્રણ દિવસમાં દાગીના પરત આપવાની વાત કરી હતી. બાદમાં ત્રણ મહિના સુધી ૩૦ હજાર વ્યાજ ચૂકવ્યા બાદ રૂ.૭ લાખની સગવડ થતા હાર્દિકે તેને વધુ ત્રણ માસ નાણાં વાપરવા આપ્યા હતા.

આ રીતે તેણે હાર્દિકને ત્રણ મહિનાનું ૯૦ હજાર વ્યાજ ચૂકવી આપ્યું હતું. ઓગસ્ટ ૨૦૨૨માં રૂ.૭ લાખ પણ ચૂકવી આપી કાર અને લખાણ પરત માગતા હાર્દિકે લખાણ ફાડી નાખ્યાનું કહ્યું હતું. જ્યારે દાગીના ઓગાળી નાખ્યાનું કહ્યું હતું. થોડા દિવસમાં દાગીના અને ૨કમ પરત આપવાનું કહ્યા બાદ એક દિવસ તેની કાર બે-ત્રણ દિવસ ઉપયોગ કરવા માટે લઈ ગયો હતો. બાદમાં કાર પરત માગતા હજુ સાત લાખ આપવાના છે તેમ કહી મોરબી રોડ પર જકાતનાકા પાસે બેફામ માર માર્યો હતો. આજ સુધી કાર કે દાગીના પરત નહીં આપતા ફરિયાદ નોંધાવી છે.

Follow Me:

Related Posts