રાષ્ટ્રીય

પતિએ પત્નીને છોડી સાળી સાથે બનાવ્યો સંબંધ, બંને બહેનો એક સાથે પ્રેગ્નેટ!

પતિ-પત્નીનો સંબંધ એવો હોય છે, જેમાં એક બીજા પર વિશ્વાસ જ તેમને સફળ બનાવે છે. જાે કોઈ વફાદારી છોડી દે તો, ઘર તૂટવાનો અને સંબંધ તાર તાર થઈ જવાનો પણ ડર રહે છે. જાે કોઈ કારણથી બંને અલગ નથી થતાં, તો તેમના વચ્ચે વિશ્વાસ ખતમ થઈ જાય છે. કંઈક આવું જ એક મહિલા સાથે થયું, જ્યારે તેના પતિએ તેને દગો આપીને તેની જ બહેન એટલે કે સાળી સાથે લફરુ ચલાવ્યું. મિરરના રિપોર્ટ અનુસાર, મહિલાએ પોતાની સાથે જે થયું તે, સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. તેને લાગી રહ્યું હતું કે, તેનો પતિ તેનું ખૂબ ધ્યાન રાખે છે.

અને તેનાથી વધારે સારુ બીજૂ કોઈ નથી. આ દરમ્યાન તેના પતિ વિશે બેવફાઈની તેને ખબર પડી. એક વખતમાં તો તે વિશ્વાસ પણ ન કરી શકી, કારણ કે પતિ તેની સાથે ખૂબ સારો વ્યવહાર કરતો હતો. રેડિટ પર મહિલાએ પોતાની કહાની જણાવતા કહ્યું કે, તેનો પતિ તેને દગો આપીને તેની બહેન સાથે સંબંધ બાંધી રહ્યો છે. તેની સામે આ વાત ત્યારે આવી જ્યારે બંને બહેનો પ્રેગ્નેટ થઈ. પત્નીને આ વાત એટલા માટે વધારે હર્ટ કરતી હતી કેમ કે બંને એક સાથે પ્રેગ્નેટ થઈ હતી. મહિલાએ જણાવ્યું કે, તેના પતિએ તેની સાથે માફી માગતા કહ્યું કે, તેણે સાળી સાથે ફક્ત સંબંધ જ નથી રાખ્યો પણ હવે તે જાેડીયા બાળકોની માતા પણ બનવા જઈ રહી છે. મહિલા તો આ જાણીને ચોંકી ગઈ હતી. કેમ કે તે ખુદ એક બાળકને જન્મ આપવા જઈ રહી હતી.

મહિલાએ જણાવ્યું કે, તેને પતિ તેને બહુ પ્રેમ કરતો હતો અને મોંઘી મોંઘી ગીફ્ટ આપતો હતો. મહિલાનું કહેવું છે કે, પતિ તેને છુટાછેડા આપીને તેની બહેન સાથે નવી જિંદગી શરુ કરવાનો હતો, પણ તેને ખબર પડી કે, તેની પત્ની પ્રેગ્નેટ છે, તો તેણે આવું ન કર્યું. મહિલા પણ તેને આર્થિક સુરક્ષાના ચક્કરમાં છોડવા માગતી નહોતી. તેમની લાઈફમાં ફર્ટિલિટી ઈશ્યૂ ઉપરાંત બધુ બરાબર ચાલતું હતું. જ્યાં સુધીમાં બધુ સોલ્વ થઈ જાય, ત્યાં તો પતિએ નવો કાંડ કર્યો. હવે લોકો તેને છુટાછેડા લેવાની સલાહ આપી રહ્યા છે.

Related Posts