fbpx
ગુજરાત

પતિના નશો કરવાની ટેવના કારણે થતા ઝઘડાથી કંટાળીને પત્નીએ ગળુ દબાવી પતિની હત્યા નિપજાવી

અમદાવાદ જિલ્લાના બારેજામાં આવેલા તડવી વાસમાં હત્યા નો બનાવ બન્યો હતો, જેમાં પત્નીએ જ પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યુ હતું. પતિના નશો કરવાની ટેવના કારણે અવાર નવાર થતા ઝઘડાથી કંટાળીને પત્નીએ ગળુ દબાવી પતિની હત્યા કરી હતી અને ત્યારબાદ પત્ની બે બાળકો સાથે ફરાર થઈ ગઈ હતી. જાે કે પોલીસને હકીકતની જાણ થતા જ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી લીધી હતી.

૩૧મી જુલાઈએ રાત્રીના સવા નવેક વાગ્યાની આસપાસ તેઓ નોકરી પર હાજર હતા. તે દરમિયાન તેમના પત્નીએ ફોન કરીને મોટા ભાઈ કીરણભાઈ તડવી બેડ પર મૃત હાલમાં હોવાનું જણાવી ઘરે બોલાવ્યા હતા. તેઓ ઘરે પહોચતા કીરણભાઇ મૃત હાલતમાં જાેવા મળ્યા હતાં. તેઓને આંખ પર ઈજાઓ હતી. અને કીરણભાઈની પત્ની અને બે ભત્રીજા ઘરે હાજર ના હતાં. જે બાબતની જાણ તેમણે પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોટ્‌મ માટે મોકલી આપીને વધુ તપાસ શરૂ કરી હતી.

કીરણ તડવીના પોસ્ટમોટ્‌મના રીપોર્ટમાં જાણવા મળ્યું હતું કે તેઓનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી છે. બીજી બાજુ કિરણ તડવીને તેની પત્ની રેખા તડવી સાથે અગાઉ અવાર નવાર કામધંધે ન જવા બાબતે અને કિરણને નશો કરવાની આદત હોવાના કારણે બંને વચ્ચે ઝઘડા થતાં હતાં. ઘણી વખત મારા મારી પર થતી હતી. ત્રણેક મહીના અગાઉ કીરણને તેની પત્નીએ માર મારતા કપાળના ભાગે ઇજા પણ પહોચી હતી. જેથી ફરીયાદીને જાણ થઈ હતી કે તેના ભાભીએ જ ભાઇ કીરણ સાથે ઝઘડો કરીને ગમે તે રીતે તેનું ગળુ દબાવી મારી નાખીને બે બાળકો લઇ ભાગી ગઈ છે. જેના આધારે અસલાલી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદ નોંધીને આરોપીને ડભોઈ પાસેથી ઝડપી પાડી હતી.

આ મામલે પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે ૩૦ જુલાઈના રાતના સમયે કિરણ તડવી અને રેખા તડવી વચ્ચે ઝઘડો થયો હતો. તે જ રાત્રે રેખા તડવીએ સાડીથી પતિ કીરણનું ગળુ દબાવીને મોતને ઘાટ ઉતાર્યો હતો. જે બાદ તે બાળકો સાથે ડભોઈ ખાતે પોતાના સંબંધીના ત્યાં ફરાર થઈ ગઈ હતી. આ મામલે અસલાલી પોલીસે મહિલાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Follow Me:

Related Posts