fbpx
રાષ્ટ્રીય

પતિના શરીરની આગ પત્નીએ ઠારવી જાેઈએ – અફઘાન મૌલાના

અફઘાનિસ્તાનના એક સુન્ની મૌલાના છે, જેમનું નામ છે અહમદ ફિરોઝ અહમદી. મૌલાનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. દાવો કર્યો છે કે, મૌલાનોનો આ વીડિયો મહિલાઓ પર વિવાદીત ટિપ્પણીનો છે. તે કહે છે કે, ભલે કંઈ પણ થઈ જાય, પત્નીને પતિની યૌન ઈચ્છા પુરી કરવી જ જાેઈએ. ઈસ્લામિક દેશ અફઘાનિસ્તાનમાં પહેલાથી જ કેટલાય રુઢિવાદ છે. તાલિબાન આવ્યા બાદથી કટ્ટરપંથ ચરમ પર છે.

તેની સૌથી મોટી કિંમત મહિલાઓ ચુકવી રહી છે. ટિ્‌વટર પર જ્રજીછસ્ઇૈંઇીॅર્િંજ નામના હૈંડલ પર અફઘાન સુન્ની મૌલાના અહમદ ફિરોઝ અહમદીનો વીડિયો શેર કર્યો છે. દાવો કર્યા પ્રમાણે કટ્ટરપંથ મૌલાના કહે છે, જાે ઘરમાં આગ લાગી હોય તો, પણ પત્નીને પતિની યૌન ઈચ્છા પુરી કરવી જાેઈએ. ટિ્‌વટર યુઝર્સે કમેન્ટમાં મૌલાનાના આ નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. એક યુઝર્સે લખ્યું કે, આ લોકો એના માટે જ જીવે છે.

અફઘાનિસ્તાનમાં મહિલાઓ પહેલાથી જ કેટલાય પ્રતિબંધોનો સામનો કરી રહી છે. તાલિબાને મહિલાઓનું શિક્ષણ અને નોકરી કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. એટલું જ નહીં તેમને ઘરમાંથી બહાર નીકળવા માટે પણ આકરા નિયમો બનાવ્યા છે. મહિલાઓને નોકરી ન કરવાથી અફઘાનિસ્તાનમાં મોટા પરિવાર માટે ખાવાનું સંકટ ઊભું થઈ ગયું છે. તાલિબાને મહિલા ન્યૂઝ એન્કરના પુરુષો સાથે શો હોસ્ટ કરવા અને ચેનલોમાં મહિલા ગેસ્ટને બોલાવા પર રોક લગાવી દીધી છે.

Follow Me:

Related Posts