પતિ અને પરિવારની ધમકીથી ડરેલી બે બાળકોની માતા પોતાના પ્રેમી સાથે પોલીસ પાસે પહોંચીને સુરક્ષા માગી

પતિથી છુટકારો મેળવવા માગે છે અને પ્રેમી સાથે જ રહેવા માગે છે રાજસ્થાનના ચૂરુ જિલ્લામાંથી એક મહિલાએ પોતાના પતિની પ્રતાડનાથી કંટાળીને પ્રેમીનો સહારો લીધો છે. તે હવે પતિથી છુટકારો મેળવવા માગે છે અને પ્રેમી સાથે જ રહેવા માગે છે. પણ સમસ્યા એ છે કે, તેને તેના પતિ અને પરિવાર તરફથી ધમકીઓ મળી રહી છે. તેનાથી ડરેલી આ બે બાળકોની માતા પોતાના પ્રેમી સાથે પોલીસ પાસે પહોંચીને સુરક્ષા માગી રહી છે.મહિલા હાલમાં પોતાના પ્રેમી સાથે લિવ ઈનમાં રહે છે. ચૂરુ એસપી ઓફિસે પહોંચેલી રાઝલદેસરની ૨૭ વર્ષિય સરિતાએ જણાવ્યું છે કે,
તેનો પરિવાર હાલમાં સિરોહીમાં રહે છે. વર્ષ ૨૦૧૪માં તેમના લગ્ન ચૂરુના સાલાસરના રહેવાસી શખ્સ સાથે થયા હતા. તેનો પતિ દારુડીયો છે. તે દારુ પીને મારપીટ કરતો હતો. ૩ વર્ષ પહેલા પતિએ દારુ પીને તેની સાથે મારપીટ કરી અને ઘરમાંથી કાઢી મુકી હતી. ત્યાર બાદ જ્યારે તે ઘરની બહાર બેસીને રોઈ રહી હતી, ત્યારે તેને પહેલી વાર બીદાસરના દડીબા ગામના રહેવાસી ગોપાલ પ્રજાપતને જાેયો. ગોપાલ તેના સંબંધીમાં જ થાય છે. ગોપાલે તેને પ્રભાવિત કરી. તેને લઈને તેના દિલમાં અલગ જ લાગણી જાગી. સરિતાએ જણાવ્યું કે,
લગભગ ૭ મહિના પહેલા ગોપાલ સાથે તેની ફરી વાર મુલાકાત સુઝાનગઢની હોસ્પિટલ થઈ હતી. તે સમયે બંને બીમાર હતા અને દવા લેવા માટે હોસ્પિટલમાં આવ્યા હતા. ત્યારથી મોબાઈલ પર વાતચીત થવા લાગી. આ દરમ્યાન તે પતિથી કંટાળીને પોતાના પિયરમાં જઈ રહી. ગત ૯ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ તે પોતાની એક દીકરી લઈને ઘરેથી નીકળી ગઈ અને ગોપાલ સાથે કોટામાં રહેવા આવી ગઈ. ૨ માર્ચના રોજ સિરોહી પોલીસ સ્ટેશનમાં બંને પહોંચ્યા, ત્યાં તેના પતિની હરકતો જણાવી અને પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધાવ્યા. તેની એક દીકરી હજુ પણ તેની પાસે છે, સરિતા કહે છે કે, તે હવે ગોપાલ સાથે જ રહેવા માગે છે. ગોપાલે જણાવ્યું છે કે, તેની ઉંમર ૨૮ વર્ષ છે અને તેણે બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે અને તે કોટામાં અકાઉન્ટ્સનું કામ કરે છે. સરિતાએ ૧૦ સુધી અભ્યાસ કર્યો છે. સરિતા પોતાની મરજીથી તેની સાથે લિવ ઈનમાં રહે છે. પણ હવે બંનેને સતત ધમકીઓ મળી રહી છે. કેમ કે તેમની જિંદગી ખતરામાં છે.
Recent Comments