પતિ નાસ્તો કર્યા વગર ઘરેથી કામ ઉપર નીકળી જતાં પત્નીએ ફાંસો ખાઈ લીધો!
સુરતમાં આત્મહત્યાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જીવન ટૂંકાવવાના આ કારણથી સુરત પોલીસને પણ વિચારતી કરી દીધી છે.સુરતમાં આ ઘટના સહીત મહિલોઓ દ્વારા જીવ ટૂંકાવી નાખવાની કુલ ત્રણ ઘટનાઓ પોલીસ સમક્ષ આવી છે જેની તપાસ શરૂ કરવામાં આવી છે. અત્યંત નજીવી બાબતે મહિલાએ અંતિમ પગલું ભરી લીધું હોવાની ઘટના સુરતના લીંબાયત વિસ્તારમાં સામે આવી છે. સુરતના લિંબાયતમાં પતિ ઘરેથી નાસ્તો કર્યા વગર કામ ઉપર નીકળી જતાં માઠું લગતા પત્નીએ ઘરમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવી નાખ્યું હતું. સૂત્રો અનુસાર આત્મહત્યાના બનાવોમાં અન્ય હકીકતો પણ તપાસમાં આવી રહી છે કે મૃતક મહિલા ડિપ્રેશનનો શિકાર હતી. અત્યંત સામાન્ય પરિવારમાં ૨૮ વર્ષીય મહિલાએ આત્મહત્યા કરી લેતા કલ્પાંતના દ્રશ્ય જાેવા મળ્યા હતા. સુરતમાં આત્મહત્યાના કુલ ૩ બનાવ પોલીસ સામે આવ્યા છે. પોલીસે ઘટના પાછળના અપાયેલા કારણની ખરાઈ સહીતના પાસાઓની તપાસ હાથ ધરી છે.
Recent Comments