fbpx
ભાવનગર

પતિ-પત્નિ વચ્ચે સમાધાન કરવા રુપિયાની માંગ કરતી ભાજપની બે મહિલાઓને સસ્પેન્ડ કરાઇ

પતિ-પત્નીના સમાધાન મુદ્દે રૂપિયા માગણી કરનાર મહિલા મોરચાના બંને મહિલાઓને ભજપ દ્વારા હોદ્દા પરથી ઉતારી દેવાયા છે. પતિ-પત્ની વચ્ચે સમાધાન કરવા મામલે રૂપિયા માંગતો હોવાના ઓડિયો વિડિયો વાયરલ થયા હતા. જેને લઈને શહેર અધ્યક્ષ રાજીવ પંડ્યા દ્વારા તેમને હોદ્દા પરથી ઉતારી દેવામાં આવ્યા છે.

ભાવનગર ભાજપના મહિલા મોરચાના બે આગેવાનોના પતિ-પત્નિના સમાધાન કરાવવાના કેસમાં ઓડીયો ક્લિપ વાયરલ થઈ હતી. ભાવનગર ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચામાં ઉપાધ્યક્ષનું સ્થાન ધરાવતા આગેવાન બે બહેનો (૧) કોમલબેન ત્રિવેદી, (૨) બીનાબેન જાેષી એ પતિ -પત્નિ ના સમાધાન જેવા સામાન્ય કેસમાં ત્રણ લાખ રુપિયા જેવી માતબર રકમ માંગ્યાની ઓડીયો ક્લિપ વાયરલ થઇ છે.

ઓડિયો ક્લિપમાં કોમલ ત્રિવેદી અને બીના જાેષી અમારે પણ ખાતાવાળા અને અન્યને ઉપર સુધી પૈસા આપવા પડે. તમારા સાસરીયાઓને સીધા કરવા અમારે સાચા-ખોટા કેસો પણ કરાવવા પડે તેવી વાતો કરે છે. તેમજ તમારો કેસ પતાવવા અમારે ગુંડાઓનો પણ ઉપયોગ કરવો પડે તેવી વાતો કરે છે. આ બંને આગેવાનો માનવ અધિકાર નિગરાની સમિતિ માં પણ મહત્વ નાં હોદ્દા ધરાવે છે, ત્યારે સત્તાધીશો પોતાની જ પાર્ટીમાં પક્ષના નામે ચરી ખાતી આ મહિલા આગેવાનો પર પગલા લે તેવી લોક માંગણી છે.

Follow Me:

Related Posts