ઉત્તરપ્રદેશના એટા જિલ્લામાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ૪૮ કલાકમાં નાગલા શ્યામ ગામમાં થયેલી હત્યાનો સનસનીખેજ ખુલાસો કર્યો છે. યુવકની કલયુગી પત્ની જ ખૂની હોવાનું બહાર આવ્યું છે. કલયુગી પત્નીએ જ તેના પ્રેમી સાથે મળીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે પત્ની અને તેના પ્રેમી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, આ સાથે બનાવમાં વપરાયેલી ગેરકાયદેસર પિસ્તોલ અને હોલો કારતુસ પણ કબજે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. જણાવી દઈએ કે, આ આખો મામલો એટા જિલ્લાના મિરહાચી વિસ્તારના નાગલા શ્યામ ગામનો છે. જ્યાં ખૂબચંદ્ર નામના વ્યક્તિને કેટલાક અજાણ્યા લોકોએ પેટમાં ગોળી મારી હત્યા કરી હતી.
આ મામલે મિરહાચી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ ક્રમમાં પોલીસ સતત તપાસ કરી રહી હતી. તપાસમાં પોલીસે સનસનીખેજ ખુલાસો કર્યો છે. યુવકની કળિયુગી પત્નીએ તેના પ્રેમી સાથે મળીને યુવકની ગોળી મારીને હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. બીજી તરફ પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક ખુબચંદ્રના લગ્ન લગભગ ૮ વર્ષ પહેલા થયા હતા.
બંનેની ઉંમરમાં અંદાજે ૧૭ વર્ષનો તફાવત હોવાને કારણે મૃતકની પત્ની લગ્નના સમયથી જ ખુશચંદ્રને પસંદ કરતી ન હતી, જેના કારણે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. એવું કહેવામાં આવે છે કે, મૃતક ખૂબચંદ્ર પાસે લગભગ ૧.૫ વીઘાનું પૈતૃક ખેતર હતું અને ખૂબચંદ્ર તેના પર ખેતી કરતો હતો. મૃતક ખુબચંદ્રએ તેના જ ગામના શ્યામસિંહની જમીન હિસ્સા પર લીધી હતી, ત્યારે જ તેની પત્ની શ્યામસિંહના પુત્ર અમનના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. એવું કહેવાય છે કે, લગભગ ૫ મહિના પહેલા, મૃતક ખૂબચંદ્રએ તેની પત્ની અને અમનને ખરાબ સ્થિતિમાં જાેયા હતા અને સ્થળ પર જ બંનેને માર માર્યો હતો. આ પછી ખુબચંદ્રએ તેની પત્નીને તેના મામાના ઘરે મોકલી દીધી હતી.
લગભગ અઢી મહિના પહેલા તે તેના મામાના ઘરેથી નાગલા શ્યામ પરત આવી હતી. પાછા આવ્યા પછી, ખૂબચંદ્રે તેની પત્ની પર કડક નજર રાખવાનું શરૂ કર્યું અને તે જ્યાં પણ ખેતરમાં કે ઘરની બહાર જાય ત્યાં તેની સાથે જવાનું શરૂ કર્યું હતું. ખૂબચંદ્રની કડકાઈને કારણે તેની પત્ની અને અમનને મળવાનો મોકો ન મળતો હતો, પરંતુ તે અમન સાથે ફોન પર ગુપ્ત રીતે વાત કરતી રહેતી હતી. અમન અને મૃતકની પત્નીએ ખૂબચંદ્રને તેમના માર્ગમાંથી હટાવવાનું મન બનાવ્યું અને તેમના સાથી અતુલ સાથે મળીને ખુશચંદ્રને મારી નાખવાની યોજના બનાવી. મૃતક ખૂબચંદ્ર રોજ સાંજે ૭ વાગ્યાની આસપાસ ગામથી લગભગ ૧ કિલોમીટર દૂર તેના વટાણાના ખેતરની રક્ષા માટે જતો હતો. ત્યાં તેમને મોતને ઘાટ ઉતાર્યો હતો.
Recent Comments