અમદાવાદના ગોતા વિસ્તારની ફરિયાદ પ્રમાણે લગ્નના થોડા જ સમયમાં પતિ શિલ્પાને મૂકીને કેનેડા ખાતે જતો રહ્યો હતો. ત્યાં જઇને જતીન વિડીયો કોલ કરીને શિલ્પા સાથે બિભત્સ માંગણી કરતો હતો. જાે પતિના કહ્યા પ્રમાણે શિલ્પા ન કરે તો બેફામ ગાળો બોલીને ધમકીઓ આપતો હતો. તમામ અંગે શિલ્પાએ તેના સાસરીયાઓને જાણ કરતા તેઓ પણ પતિનું ઉપરાણુ લઇને અમે મોટા ઘરના છીએ અમારા ઘરમાં આ બધુ સામાન્ય છે. બાદમાં જતીન જે કહે તેમ કરવુ પડશે નહીં તો તારી આ ઘરમાં કોઇ જગ્યા નહીં રહે તેવુ સાસરીયાઓ કહેતા હતા. શિલ્પાને સાસરીયાઓએ પિયરમાં મોકલી દિધી હતી. બાદમાં તેનો પતિ તેને લેવા માટે જતો ન હતો. શિલ્પા ફોન કરીને લેવા આવવા માટે કહે તો પતિ કહેતો કે, મારે છુટાછેડા લેવા છે મારે બીજા લગ્ન કરવા છે અને તને કેનેડા નહીં લઈ જવું.
આ અંગે શિલ્પાએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ સસરા જેઠ જેઠાણી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.આજકાલના યંગસ્ટર્સ વિદેશોના મોહમાં એટલા આંધળા થઈ ગયા છે કે પાછળથી ભરપેટ પસ્તાય છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં શ્રીમંત ઘરનો દિકરો પત્નીને જાણ કર્યા વગર કેનેડા જતો રહ્યો હતો. જેના કારણે અમદાવાદના ગોતામાં રહેતી પરિણીતાને સાસરીયાઓ દહેજ મામલે ત્રાસ આપતા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાઈ છે. પતિ પત્નીને જાણ કર્યા વગર કેનેડા જતો રહ્યા બાદ પત્નીને વિડીયો કોલ કરીને બિભત્સ માંગણી કરતો હતો. જાે પરિણીતા ન કરે તો અપશબ્દો બોલીને ધમકીઓ આપતો હતો.
આ અંગે પરિણીતાએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે. ગોતા વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષીય શિલ્પા (નામો બદલેલા છે)ના મુંબઇ ખાતે રહેતા કૃણાલ સાથે લગ્ન થયા હતા. પરંતુ બન્ને વચ્ચે મનમેળ ન રહેતા શિલ્પાએ છૂટાછેડા લીધા હતા. બાદમાં શિલ્પાએ તેમના સમાજના ટ્રસ્ટમાં લગ્ન માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. જેથી વર્ષ ૨૦૨૦માં શિલ્પાને ગાંધીનગરમાં રહેતા જતીન સાથે સંપર્ક થયો હતો. બાદમાં શિલ્પા અને જતીનના બન્ને પરિવારઓએ એકબીજાની મુલાકાત કરીને લગ્ન નક્કી કર્યા હતા.
બન્નેએ લગ્ન થલતેજના આર્ય સમાજના મંદીરમાં કર્યા હતા. લગ્નના બીજા દિવસે સાસુએ શિલ્પાને કહ્યુ કે, તારા પરિવારે દહેજમાં કઇ આપ્યુ નથી. જેથી તારે આ ઘરમાં રહેવુ હોય તો અમારે નવા મકાન લેવા સારૂ ઘણા બધા રૂપિયા જાેઇએ છે તે લઇ આવજે તો જ તને ઘરમાં રાખીશુ તેમ કહી શિલ્પા સાથે ઝઘડો કર્યો હતો. જતીન દારૂ પીને અવાર નવાર ઝઘડો કરીને શિલ્પાને ફટકારતો હતો. શિલ્પાના બીજા લગ્ન હોવાથી તે પતિનો ત્રાસ સહન કરીને રહેતી હતી.


















Recent Comments