રાષ્ટ્રીય

પતિ-પત્ની વચ્ચે થતા ઝઘડાને બંધ કરો આ ઉપાયોથી, ઘરનો કંકાશ થઇ જશે દૂર

અનેક લોકોના ઘરમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હોય છે. જો કે આ ઝઘડા ઘણી વાર મોટું સ્વરૂપ લઇ લેતા હોય છે, જેના કારણે ડાઇવોર્સ થઇ જતા હોય છે. આમ, આજના આ સમયમાં ડાઇવોર્સ થવા જાણે એક ફેશન બની ગઇ છે. જ્યારે ઘરમાં ઝઘડા થાય ત્યારે બાળકનું સૌથી વધારે શોષણ થતુ હોય છે. જો તમારા ઘરમાં પણ પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડા થાય છે તો આ ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે. આ ઉપાયો તમારા જીવનમાં અનેક રીતે કામમાં આવશે અને તમારા વચ્ચે થતા ઝઘડાને પણ પ્રેમમાં પરિવર્તિત કરશે.

  • તમારા પતિ સાથે તમારે વારંવાર ઝઘડો થાય છે તો તમે શુક્રવારના દિવસે લક્ષ્મી નારાયણને રસવાળી મીઠાઇ ધરાવો. ત્યારબાદ આ પ્રસાદ તમે એકબીજાને ખવડાવો. આમ કરવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે કંકાશ ઓછો થાય છે.
  • પતિ-પત્ની વચ્ચે થતા ઝઘડાને બંધ કરવા માટે તમે ગુરવારના દિવસે કોઇ પણ ચાર રસ્તા પર આવેલા પીપળાના વૃક્ષ નીચે દીવો કરો અને મીઠાઇ ધરાવો. દીવો કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે દીવો ઘીનો હોય તેલનો નહિં.
  • તમારા જીવનમાં પ્રેમ વધે એ માટે તમે પાણીમાં ગોળ પધરાવો અને સૂર્યને પાણી ચઢાવો.
  • પતિ-પત્ની વચ્ચે થતા ઝઘડાઓને બંધ કરવા અને પ્રેમમાં વધારો કરવા તમે દરરોજ સૂર્ય નારાયણને પાણી ચઢાવો. પાણી ચઢાવતી વખતે ખાસ ધ્યાન રાખો કે પાણી જમીન પર ના પડવું જોઇએ. આ પાણી તમે કોઇ કુંડામાં ઢળે એ રીતે ચઢાવો.
  • તમારા પતિ સાથે થતા ઝઘડાને બંધ કરવા માટે તમે રોજ તમારા પતિને કેસરવાળું દૂધ પીવડાવો. આ સાથે જ તમારા હાથ ક્યારે ખાલી ના રાખો અને હાથમાં હંમેશા બંગડી પહેરીને રાખો. આ ઉપાય કરવાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો નથી અને પ્રેમમાં વધારો થાય છે.

Related Posts