રાષ્ટ્રીય

પતિ બાઈકમાં ફરતો CCTV નો મેમો ફોટા સાથે પત્નીને પહોંચ્યો, પત્નીની પોલીસ ફરિયાદ

જાે તમે પણ આ ભૂલો કરતા હો તો સાચવજાે નહીં તો છૂટાછેડા થઈ જશે. કેરળમાં રાજધાનીના રસ્તાઓ પર લગાવવામાં આવેલા વિવાદાસ્પદ સીસીટીવી માત્ર રાજ્ય સરકાર માટે માથાનો દુખાવો બન્યા નથી, પરંતુ હેલ્મેટ પહેર્યા વિના તેની ગર્લફ્રેન્ડ સાથે સ્કૂટર પર મુસાફરી કરનારા એક વ્યક્તિ માટે પણ મુશ્કેલી ઊભી થઈ હતી. હવે તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ મોકલવામાં આવેલા ચલન સાથે જાેડાયેલ તસવીરમાં પતિ સાથે તેની મહિલા મિત્રને જાેઈને પત્ની ગુસ્સે થઈ ગઈ હતી. બંને વચ્ચે એટલી હદે બોલાચાલી થઈ કે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. પોલીસે પત્નીની ફરિયાદના આધારે આરોપી પતિની ધરપકડ કરી છે. આ વ્યક્તિ, જે ઇડુક્કીનો રહેવાસી છે તે એપ્રિલના રોજ હેલ્મેટ પહેર્યા વિના શહેરની શેરીઓમાં તેની મહિલા મિત્ર સાથે સ્કૂટર ચલાવી રહ્યો હતો. સ્કૂટી મહિલાના નામે રજિસ્ટર હોવાથી પતિના ટ્રાફિક ભંગના ચલનની વિગતો તેના મોબાઈલ ફોન પર મોકલવામાં આવી હતી.

‘સચિત્ર” મેસેજ મળતાં પત્નીએ પતિને સવાલ કર્યો કે તસવીરમાં પાછળ બેઠેલી મહિલા કોણ છે? અહીં કાપડની એક દુકાનમાં કામ કરતા ૩૨ વર્ષિય વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેને મહિલા સાથે કોઈ સંબંધ નથી. તેને માત્ર સ્કૂટર પર માત્ર ‘લિફ્ટ’ આપી હતી. જાેકે, પત્નીએ આ વાત માની નહીં દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. જાે તમે પણ શહેરમાં તમારી ગર્લફ્રેન્ડને લઈને ફરી રહ્યાં હો તો સાવચેત રહેજાે કારણ કે મેમો ઘરે પહોચ્યો અને ઘરવાળાના હાથમાં આવ્યો તો તમને માત્ર ભગવાન જ બચાવી શકે છે. મહિલાએ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદમાં તેના પતિ પર શોષણ અને હુમલાનો આરોપ લગાવ્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પત્નીની ફરિયાદના આધારે આરોપી પતિ વિરુદ્ધ સંબંષિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. કેરળના સીસીટીવી પ્રોજેક્ટ માટે અગાઉ પણ વિવાદ થયો હતો હવે એક દંપત્તિના સુખી સંસારમાં આ સીસીટીવી પ્રોજેક્ટે ડખો કર્યો છે.

Related Posts