fbpx
ગુજરાત

પતિ મસ્તકમાં અન્ય સ્ત્રી સાથે રંગરેલિયા માણતો ઝડપાયો. મસ્તકથી ભારત આવેલ પતિનું પત્નિએ મેમરી કાર્ડ ચેક કરતાં ભાંડો ફૂટ્યો

શહેરના ગોમતિપુરમં રહેતી ૨૯ વર્ષની મહિલાએ ભૂલથી પતિનું મેમરી કાર્ડ પોતાના ફોનમાં નાખ્યું અને પછી અંદર રહેલા વીડિયો અને ફોટોઝ જાેતા તેનાપગ નીચેથી જમીન સરકી ગઈ. મસ્કતમાં રહેતો તેનો પતિ બીજી કોઈ સ્ત્રી સાથે રંગરેલીયા મનાવતો હતો અને તેના વીડિયો અને ફોટોઝ પતિના મેમરી કાર્ડમાં હતા. જેને લઈને જ્યારે પતિ બજારમાંથી પરત આવ્યો તો મહિલાએ સવાલ કરતા પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને મહિલા સાથે મારામારી કરી હોવાના આરોપ સાથે પીડિત પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

શહેરના ગોમતીપુર પોલિસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ તેનો પતિ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને મસ્કતમાં ઓઇલ એન્ડ ગેસ કંપનીમાં કામ કરે છે. હવે જ્યારે પતિ મસ્કતમાં રહે છે ત્યારે વર્ષમાં કેટલાક દિવસ માટે તે ભારત આવે છે અને પત્ની તેમજ પરિવાર સાથે સમય પસાર કરે છે.

વર્ષ ૨૦૧૮માં તેની સાથે લગ્ન થયા પછી મહિલા અમદાવાદમાં પોતાના પિતાનું ઘર છોડીને ગાંધીનગરમાં રહેતા પતિ અને તેના માતા-પિતા સાથે રહેવા આવી ગઈ હતી. જે બાદ તેનો પતિ ફરી મસ્કત રવાના થઈ ગયો હતો જાેકે તે વારે-તહેવારે ભારત આવતો રહેતો હતો. આમ અત્યાર સુધીના ૩ વર્ષમાં તેનો પતિ ૩-૪ વખત જ ભારત આવ્યો હતો.

આ દરમિયાન પત્ની પોતાનો ફોન ચાલું કરી રહી હતી ત્યારે તેની નજર પતિના મેમરી કાર્ડ પર પડી. જેથી કુતૂહલવશ તેણે પતિનું મેમરી કાર્ડ પોતાના મોબાઈલમાં ભરાવ્યું હતું. જ્યાં તેને કોઈ અન્ય સ્ત્રીના આપત્તિજનક ફોટોઝ અને વીડિયો દેખાતા તેમાંથી કેટલાક વીડિયો તેણે ચલાવ્યા હતા. જાેકે આ વીડિયો ચલાવતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. કારણ કે આ વીડિયોમાં પેલી મહિલા સાથે બીજું કોઈ નહીં પણ તેનો પતિ ખુદ જ હતો.

પોતાના પતિનું અફેર ચાલતું હોવાનું સામે આવતા પત્ની ગુસ્સાથી રાતીપીળી થઈ ગઈ હતી અને પતિ પરત આવે તેની રાહ જાેતી હતી. જેવો પતિ આવ્યો કે તેણે પતિનો ઉધડો લીધો હતો અને અન્ય સ્ત્રી સાથેના તેના સંબંધો અંગે પૂછપરછ કરી હતી. જાેકે પોતાની ચોરી પકડાઈ જતા ગુસ્સમાં પતિએ પત્ની સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી તેને ધમકાવી હતી તેમજ પત્નીને છોડી દીધી હતી જેથી તે પોતાના માતા-પિતાના ઘરે ગોમતીપુર પરત આવી ગઈ હતી. જ્યાં આવ્યા બાદ તેણે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી હતી.

Follow Me:

Related Posts