ગુજરાત

પત્નીની સારવારના નામે જામીન મેળવી ફરાર થયેલ ડ્રગ્સ માફિયા ઝડપાયો

સુરતમાં આખરે ફરાર ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જર ઝડપાયો છે. રાંદેરમાં સોડા પીવા આવતા ર્જીંય્ની ટીમે ફિલ્મી ઢબે ડ્રગ્સ માફિયાને ઝડપી પાડયો છે. કોન્સ્ટેબલે હિંમત બતાવી આરોપીને એકલા હાથે ઝડપી પાડ્યો હતો. ધરપકડ વખતે ડ્રગ્સ માફિયા અને પોલીસ વચ્ચે જીવ સટોસટીનો ખેલ ખેલાયો હતો, પરંતુ પોલીસે આરોપીને ધક્કો મારી દુકાનમાંથી ઢસડીને ઝડપી પાડ્યો હતો. ડ્રગ્સ માફિયાનો મુંબઈથી સુરત ડ્રગ્સ લાવી નેટવર્ક મજબૂત કરવાનો પ્લાન હતો. પત્નીની સારવારના નામે જામીન મેળવી ફરાર થઈ ગયો હતો. આરોપી ઇસ્માઇલ ગુર્જર તેની આરોપી પત્ની સાથે વિદેશ ભાગી જવાની ફિરાકમાં હતો. ઘટનાની વાત કરીએ તો, ૨૦૨૨માં એસઓજીએ પુણા નિયોલ ચેક પોસ્ટ પાસેથી ઈસ્માઇલને ૩૯ લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં તેને લાજપોર જેલમાં ધકેલાયો હતો.

Follow Me:

Related Posts