-જે કોઈ ન કરે એ સાવરકુંડલાના પત્રકારો કરે. અઘરામાં અઘરા પડકારો જીલીને લોકતંત્રને સ્વસ્થ, તંદુરસ્ત અને ધબકતું રાખવા અહર્નિશ કોશિશ કરે છે. લોકપ્રશ્નનોને કલમમાં કંડારીને જવાબદાર તંત્રનો કાન પણ આમળે ખરાં. ગુજરાતના ટોલટેક્ષમાંથી પત્રકારોને મુક્તિ આપવા સાવરકુંડલા પત્રકાર સંઘના પ્રમુખ ઈકબાલ ગોરીએ મુખ્યમંત્રીને રજુઆત કરેલ છે સાવરકુંડલા પત્રકાર સંઘના પ્રમુખ ઈકબાલ ગોરીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત પાત્ર પાઠવીને કરેલ રજૂઆતમાં જણાવેલ હતું કે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો જનતાની સેવા કરે છે. ઉનાળામાં પાણીની સમસ્યાઓ હોય કુદરતી આફત વાવાઝોડું હોય, પૂર – હોનારત હોય વિગેરે સમસ્યાઓ તેમજ ભ્રષ્ટાચારયુક્ત કામગીરી થતી હોય અને લોકો સમસ્યાનું નિરાકરણ આવતું ન હોય તેવી ગંભીર બાબતોનું કવરેજ કરવા માટે પત્રકારો પોતાના સ્વખર્ચે અને પોતાના જાનના જોખમે પોતાની ફરજ બજાવતા હોય છે ત્યારે રસ્તામાં આવતા ટોલટેક્ષ ભરવા ઉભું રહેવું પડે છે ત્યારે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાવાળાઓને લોકોની સમસ્યા મુસીબતનો અંત લાવવા માટે પેપરમાં લખતા હોય છે અને ચેનલમાં બતાવતાં હોય છે ત્યારે તેમાં કોઈપણ જાતનો પગાર મળતો મળતો નથી ત્યારે લોકોની સેવા પોતાના જાનના જોખમે અને સ્વખર્ચે કામ કરતાં દૈનિક પેપરોના રિપોર્ટર ઇલેક્ટ્રોનિક મીડિયાના રિપોર્ટર અને સાપ્તાહિક અખબાર એડીટરોને ટોલટેક્ષની ચૂકવવાની થતી ફીમાંથી મુક્તિ આપવા સાવરકુંડલા પત્રકાર સંઘના પ્રમુખ ઈકબાલ ગોરી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે
પત્રકારોને ટોલટેક્ષમાંથી મુક્તિ આપવા મુખ્યમંત્રીને રજુઆત કરતાં સાવરકુંડલા પત્રકાર સંઘના પ્રમુખ ગોરી

Recent Comments