પત્રકાર દીપકભાઈ કકકડનો આજે ૫૮ માં વર્ષમાં મંગલ પ્રવેશ લોહાણા મહાજન વેરાવળના પ્રમુખપદે પણ વરણી
સોમનાથ, સુત્રાપાડા,વેરાવળ તેમજ ગીર સોમનાથ-જુનાગઢ જીલ્લાના વર્ષ થી જાણીતા એવા યશસ્વી પત્રકાર દીપકભાઈ કકકડ તેના થનગનતા અને મનગમતા જીવનના ૫૮ વર્ષ માં શનિવારે પ્રવેશ કરી રહયા છે સમાચાર પત્રો અને જાહેરખબર એજન્સીના સંચાલક યુવા એવા દીપકભાઈ કકકડ વરીષ્ઠ પત્રકાર છે.
સ્વ.પિતાશ્રી વ્રજલાલભાઈ કકકડ અને માતાશ્રી સ્વ.દમયંતીબેન ના આર્શિવાદથી ચાર દસકાનું વર્તમાન પત્રોની દુનીયામાં અસોમ ખેડાણ કરી પ્રગતીના ધંધુર વડલાજેવું પ્રેરક સામ્રાજય વીસ્તારયું છે તેમજ લોકપ્રશ્નો તેમની કલમથી વર્તમાન પત્રોમાં પસીધ્ધકરી અગ્રેસર રહેલછે સોશ્યલ મીડીયા માં પણ સમાચારો લાઈવ બતાવી રહયા છે સાથે દીપકભાઈએ માત્ર કલમથી સમાચારો લખવાનું ન રાખી સ્વયં સેવા રમત-ગમત, મનોરંજન અને ધર્મમય કાર્યફમોમાં જોડાઈ પોતાનું યોગદાન આપેલ છે.
દીપકભાઈએ સુપ્રસીધ્ધ સંતશ્રી મોરારીબાપુ ની સોમનાથ ખાતે પત્રકારો દ્રારા રામકાથાનું આયોજન કરવામાં આવેલ પૂ.રમેશભાઈ ઓઝા(ભાઈશ્રી)ની કોડીનાર ખાતે યોજાયેલ સત્સંગ કાર્યકમ માં પણ મુખ્યસેવા આપેલ હતી સોમનાથ શ્રાવણ માસ માં પુ.જીગ્નેશદાદા,પુ.મહાદેવ પ્રસાદ મહેતા,પુ.સંતશ્રી, પુ.મીરાબેન ભટના સત્સંગના કાર્યફમો તેમજ ડો.મહાદેવ પ્રસાદ મહેતા ની શિવકથા,કનુબાપુ સુરત ની ભાગવત કથા,સોમનાથ ટસ્ટના અમુલ્ય સહકારથી ખુબજ ઉત્સાહ પુર્વકકાર્યફમો કરાયેલ હતા સ્મોલ એન્ડ મીડીયમ ન્યુઝપેપસ ઓફ ઈન્ડીયાનું સોમનાથ માં અધિવેશન મળેલ તેમાં કન્વીનર તરીકે સેવા બજાવેલ તેમજ અખીલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતી ગીર સોમનાથ ના પ્રભારી તરીકે ફરજ બજાવે છે તેમજ ફેસબુક યુટયુબ લાઈવ સમાચારો ઈન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ, વોટસેપ સહીતના માઘ્યમથી સોશ્યલ મીડીયામાં ગીર સોમનાથ જીલ્લાના સમાચારો આપી રહેલ છે.
સોમનાથ માં વિશ્વભરના પત્રકારોની સેવા માટે ભવ્ય મીડીયા સેન્ટર પ્રારંભ કરેલ તેમા વિશ્વભર માંથી આવતા પત્રકારો માટે સોમનાથ સાસણ, દીવ રહેવા ભોજન તેમજ યાત્રા ની તમામ વ્યવસ્થાઆતેમજ માર્ગ દર્શ ન આપવામાં આવે છે.
સેવાકીય,સામાજીક,સાંસ્ક તિક,ક્ષેત્રમાં પણ મોટું પ્રદાનછે અને અન્ય કાર્યફમોમાં શ્રીજલ્યાણ ગ્રુપના પ્રમુખ તરીકે તેમજ ડી.કે.ગ્રુપ ગીર સોમનાથ ઉભરતા નવોદીત ગાયક કલાકાર ભાઈઓ બહેનોને પ્લેટફોમ પુરૂ પાડતી સીધ્ધી વોઈસ ઓફ યંગ સીગર તેમજનાના બાળકો માટેની અનેક સ્પધાઆ યોજ નવા કલાકારાને આગળ લાવવા ખંતથી મહેનત કરવા કાર્યરત છે તેમજ જન્માષ્ટમી/દશેરામા રાહતદરે ફરસાણ,મીઠાઈ વિતરણ દીવાળોમાં ફટાકડા,હોળોમાં પીચકારી કલર વિતરણ મકરસંફાતી માં સોમનાથ માં પતંગ મહોત્સવ યોજે છે.
દીપકભાઈ ની આ સેવાકીય તેમજ સમાજલક્ષી પ્રવૃતિ ને ધ્યાને લઈ શ્રી લોહાણા મહાજન વરાવળ દ્રારા તેમની શ્રી લોહાણા સમાજના પ્રમુખ તરીકે પણ વરણી કરવામાં આવેલ છે.
શ્રી જલ્યાણ ગ્રુપ ગીર સોમનાથ દ્વ્રારા નવરાત્રી જલ્યાણ નવરાત્રી મહોત્સવ, સમુહજનોઈ,સમુહલગ્ન, જલારામ જયંતિ,વિરદાદા જશરાજ શૌર્યદીન,જલારામ બાપાની પુણ્યતિથી,વિરબાઈ માં ની પુણ્યતિથી, ૧૦૮ રાંદલ માતાના લોટા,વિનામુલ્યે થેલેસીમીયા માહીતી કેન્દ્ર,જળસંચય અભિયાન તેમજ માં બાપ ને ભુલશો નહી દીકરી વ્હાલનો દરીયા ના કાર્યક્રમ દ્વ્રારા સમાજ સેવા કરતા રહે છે ગતિશીલ, હોશીલા અને જોશીલા અને પત્રકારત્વ ના ધેધુર વડલા એવા દીપકભાઈ કકકડ ને તેના આજના તા.૩૧/૧૨/૨૦૨૦ શનિવાર જન્મ દીવસ પ્રસગે અભીનંદન નો વરસાદ થઈ રહયો છે.
Recent Comments