પત્રકાર બાબરીયા ભાઈ સરપંચ સુરજીતભાઈ ડેર દ્વારા પૂજ્ય બાપુ નું સન્માન કરવામાં આવ્યું
ગુજરાતીમાં કહેવત છે કે મોર ના ઈંડા ચીતરવા ન પડે તે કહેવત અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના બિલા ગામન સ્થાનિકોએ યથાર્થ ઠેરવી છે 500 ગામની વસ્તી ધરાવતા બિલા ગામે યુવાન સુરજીતભાઈ પીઠાભાઈ ડેર ને સતત બીજી ટર્મ માટે બિનહરીફ સરપંચ પદે બેસાડીને ગામની એકતા અને ડેર પરિવાર પર વિશ્વાસને ફરીવાર સાર્થક સાબિત બિલાના ગ્રામજનોએ કર્યો છે
સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ તાજેતરમાં જ પુરી થઈ પણ અમુક ગ્રામ પંચાયતો સમરસ બની પણ જે વર્ષોથી સમરસતા સાથે એક જ પરિવાર પર ભરોસો રાખીને સાડા ચાર દસકાથી ગામડા ગામને એક તાંતણે બાંધી રાખેલ ગામ છે બાબરા તાલુકા નું બિલા ગામ……બાબરા તાલુકાના બીલા ગામની ગ્રામ પંચાયતમાં છેલા 45 વર્ષથી ક્યારેય ચૂંટણીઓ જ નથી થઈ ને દર વખતે ડેર પરિવાર પર આખું ગામ ભરોસો રાખીને બિનહરીફ સરપંચ પદનો તાજ પહેરાવે છે 35 વર્ષ સુધી પીઠાભાઈ ડેર સરપંચ પદે બિનહરીફ ચૂંટાઈ આવતા ને ગત ચૂંટણી બાદ આ વખતે પણ પીઠાભાઈ ડેરના સપુત્ર સુરજીતભાઈ ડેર સતત બીજીવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા 45 વર્ષથી એક જ પરિવારના વ્યક્તિઓ ગામ પર રાજ ચલાવે જાણે કે રાજાશાહી હોય એ રીતે આખું ગામ ડેર પરિવારને સમર્પિત છે ને બિલા ગામનું કોઈપણ કામકાજ હોય ત્યારે આખા ગામની પડખે ડેર પરિવાર જેમ ઉભું રહેતું આવ્યું છે ને સુરજીતભાઈ ડેર ગત 5 વર્ષના વિકાસના કામોથી બિલાના સ્થાનિકો ખુશખુશાલ હતા ને ફરીવાર બિનહરીફ સરપંચ પદે સુરજીતભાઈ ડેર ને સરપંચ નો તાજ પહેરાવતા સાવરકુંડલાના હાથસણી નજીક આવેલ માનવ મંદીર આશ્રમ ખાતે પૂજ્ય ભક્તિરામ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા ને માનવ મંદિર ના મનોરોગી બહેનોને ભોજન પ્રસાદ કરાવ્યો હતો બિલા ના પૂર્વ સરપંચ પીઠાભાઈ ડેર, અમરેલીના મનોચિકિત્સક ડો.વિવેક જોશી, પત્રકાર બાબરીયા ભાઈ સરપંચ સુરજીતભાઈ ડેર દ્વારા પૂજ્ય બાપુ નું સન્માન કરવામાં આવ્યું હતું ને બાપુ એ બિલા ગામને એક મોડેલ આદર્શ ગામ બીજીવાર બિનહરીફ સરપંચ સુરજીત ભાઈ ડેર બનાવે તેવી અભિલાષાઓ વ્યક્ત કરી હતી
Recent Comments