પદ્મભૂષણ સંતુર વાદક પં. શિવકુમાર શર્માનું હાર્ટ એટેક આવવાના કારણે નિધન

સંતૂર વાદક શિવકુમાર શર્માનું નિધન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. 84 વર્ષની ઉંમરે શંતુર વાદક પં. શિવકુમાર દેવલોક પામ્યા છે. હાર્ટ એટેક આવવાના કારણે તેમનું નિધન થયું છે. છેલ્લા છ મહિનાથી કિડનીની બિમારીથી તેઓ પીડાતા હતા. તેવામાં સમાચાર મળી રહ્યા છે કે, તેઓનું આજે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તેઓ સંતુર વાદક હતા જેમાં તેમને અનેક સિદ્ધી શાસ્ત્રીય સંગીત કક્ષાએ મેળવી હતી. પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
છેલ્લા મહિનાથી આ પ્રકારની બિમારી હોવાનું સામે આવ્યું હતું અને આજે તેમનું દુઃખદ નિધન થયું છં. અમદાવાદમાં તેમની અનેક યાદો સપ્તક સંગીત સમારોહને લઈને હતી તેઓ સંગીત ક્ષેત્રે અનેક ગણી નામના ધરાવતા હતા. એક સમયે અમદાવાદમાં તેમની અને ઝાકીર હિસૈન બન્નેના ડુએટને સાંભળવા માટે અનેક લોકો આવતા હતા. .સંતુરના સૂર એટલા કર્ણપ્રીય તેમના હતા કે, પહેલીવાર શાસ્ત્રીય સંગીતને કોઈ સાંભળે તો તેમને પણ રસ પડે તે પ્રકારની શાસ્ત્રીય સંગીત ક્ષેત્રની તેમની ઉમદા સમજ હતી. પં. શિવકુમાર અનેક વખત અમદાવાદમાં સપ્તકના સ્ટેજ પર પરફોર્મ કરી ચૂક્યા છે. કોરોના પહેલા જ્યારે શાસ્ત્રીય સંગીત સમારોહ અમજદાવાદમાં થયો હતો ત્યારે તેઓ આવ્યા હતા.
આજે દુઃખદ તેમના અવસાનના સમાચાર આવતા જ શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે અને કલા જગત ક્ષેત્રે એક નિરાશા વ્યાપી ગઈ છે. ઉચ્ચા કોટીના શાંસ્ત્રીય સંગીત સંતૂર વાદક એવા પં. શિવકુમારજી હંમેશા લોકોના દિલોમાં જીવંત રહેશે.
Recent Comments