પદ્મશ્રી ડો. હિંમત રાવ બાવસ્કર ની ઉપસ્થિતિ લાઠી ખાતે સ્નેક અને સ્કોર્પિયન બાઈટ વિશે વર્કશોપ યોજાયો
લાઠી તાલુકા આરોગ્ય કચેરી ખાતે પદ્મશ્રી ડો. હિંમત રાવ બાવસ્કર ની ઉપસ્થિતિ માં સર્પ, વીંછી અને અન્ય ઝેરી જંતુઓ ના દંશ થી ફેલાતા વિષ ની સારવાર અને સાંપ્રત આધુનિક ચિકિત્સા પદ્ધતિ માં તેની ઉપયોગીતા અને મહત્વ વિશે વર્કશોપ નું આયોજન કરવા માં આવેલ હતું. ઉલ્લેખનીય છે કે, ડો. હિંમત રાવ બાવાસ્કર ને સર્પ અને વીંછી ની વિષ ચિકિત્સા માં શોધ તેમજ ભારતીય આરોગ્ય અને ચિકિત્સા જગત માં વિશિષ્ટ યોગદાન બદલ પદ્મશ્રી એવોર્ડ એનાયત થયેલ છે. તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર. આર. મકવાણા ના પ્રારંભિક ઉદ્બોધન બાદ પદ્મશ્રી ડો. હિંમત રાવ બાવસ્કર અને ડો. પ્રમોદીની બાવસ્કર દ્વારા ઓડિયો-વિડિયો પ્રેઝન્ટેશન અને ટુ વે કોમ્યુનિકેશન દ્વારા એન્ટી વેનમ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ અંગે ટ્રેનિંગ આપી હતી. ડો. જી જે ગજેરા અને ડો. દેશાણી એ પણ સાંપ્રત આધુનિક ચિકિત્સા પદ્ધતિ માં થયેલ આવિષ્કારો વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ વર્કશોપ માં લાઠી, લીલીયા અને બાબરા તાલુકા ના સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલના સ્પેશ્યલીસ્ટ ડોકટરો અને પેરા મેડિકલ સ્ટાફ બહોળી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments