પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા પરિવારે લગ્નોત્સવ અને એવોર્ડની બમણી ખુશીની અનોખી ઉજવણી કરી તાલુકાના શહેરી અને ગ્રામ્યમાં સાડી અને મીઠાઈ નો ઉપહાર ઘેર ઘેર અર્પણ
લાઠી તાલુકા ના દુધાળા ના હાલ સુરત વતન ના રતન હરેકૃષ્ણ એક્સપોર્ટ પરિવાર ના મોભી પ્રયોગ શીલ કર્મવીર પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા દ્વારા લાઠી શહેરી અને અસંખ્ય ગ્રામ્ય વિસ્તારો માં સાડી અને મીઠાઈ ઉપહાર ની ઘેર ઘેર ભેટ ઉદારતા નું અજવાળું ઉદ્યોગ રત્ન જળક્રાંતિ ના પ્રણેતા સવજીભાઈ ધોળકિયા ને ભારત સરકાર તરફ થી શ્રેષ્ટ નાગરિક સન્માન પદ્મશ્રી પુરસ્કાર એનાયત થતા અને લઘુબધું ઘનશ્યામભાઈ ધોળકિયા ના પુત્ર ના લગ્નોત્સવ ની બમણી ખુશી માં વતન ને અનોખા ઉપહાર ની ભેટ આપી હતીલાઠી શહેર ના ૪૦૦૦ ઉપરાંત ઘરો અને દુધાળા લુવરિયા કેરિયા કેરાળા અકાળા ભિગરાડ પ્રતાપગઢ ટોડા હરસુરપુર દેવળીયા વાંડળિયા કૃષ્ણગઢ ચાંવડ શેખપીપરિયા ગ્રામ્ય માં ઘેર ઘેર મીઠાઈ અને દરેક ઘેર જેટલી પણ સ્ત્રી ઓ બહેનો હોય એટલી સંખ્યા માં સાડી ઓ અર્પણ કરાય રહી છે લાઠી શહેરી વિસ્તારો માં પાંચ હજાર ઘરો અને લાઠી નીચે આવતા દરેક ગ્રામ્ય માં ઘેર ઘેર મીઠાઈ અને સાડી ઓનો ઉપહાર અર્પણ કરતા સવજીભાઈ ધોળકિયા ની ઉદારતા થી ખુશી વ્યાપી ગઈ હતી ગરીબ કે તવંગર આબલ વૃદ્ધ કે બાળકો સર્વ કોઈ અંતર થી આશિષ પાઠવી સવજીભાઈ ધોળકિયા પ્રત્યે શુભેચ્છા વરસાવી રહ્યાછેલ્લા ત્રણ દિવસ થી સતત ઘેર ઘેર ફરી દરેક ઘેર જેટલી સ્ત્રી ઓ બહેનો હોય એટલી સંખ્યા માં હજારો સાડી ઓ સાથે મીઠાઈ નો ઉપહાર આપી ખુશી ના પ્રસંગ ને યાદગાર બનાવી નાના માં નાની વ્યક્તિ ને યાદ કરી પોતા ના પરિવાર ના શુભ પ્રસંગ અને રાષ્ટ્રીય સન્માન ની બમણી ખુશી એકલા નહિ પણ સમસ્ત વતન માં ઘેર ઘેર ખુશી પ્રગટાવી બીજા ના ચહેરા ઉપર સ્મિત લાવતી ખુશી ઉપહાર અર્પણ કરી ઉજવી હતી
Recent Comments