પરંપરાગત રીતે નવરાત્રિની ઉજવણી
તળાજાના ભદ્રાવળ -1 ગામમાં ન્યુ શક્તિ મંડળ દ્વારા નવરાત્રિની ઉત્સાહભેર ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ તળાજા તાલુકાના ભદ્રાવળ નં-1 મુકામે ન્યુ શક્તિ મંડળના તમામ સેવકો દ્વારા માતાજીના ચોકમાં ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મ જીવંત રાખવા માટે વિવિધ નાટક-ભવાઈ-સ્વાગ-કોમિક દ્વારા ઉજવણી કરવામાં આવશે..જેમાં દરરોજ ગણપતિ દાદાને યાદ કર્યા બાદ સંગીત અને ત્યારબાદ આરતી કરવામાં આવશે..અને અંતે દરરોજ 11:30 કલાકે જુદા-જુદા નાટક ભજવામાં આવશે…જેમાં વિવિધ નાટકો જેવા કે
1)કાનગોપી
2) ખોડલ તારો ખમકારો
3 – કંસ વધ મોરલીધર
4 – નવ દુર્ગા
5 – ધીગી ધરાના પાણી
6 – રામવાળો
7 – ભકત પ્રહલાદ
8 – માતાજીની ભવાઈ
9 – અભિમન્યુ વધ..
જેવા નાટકો વેશભૂષા સાથે ભદ્રાવળ નંબર 1મા રામજી મંદિરની બાજુના ચોકમાં ન્યુ શક્તિ મંડળ દ્વારા ભજવામાં આવશે..સૌ ભક્તોજનોને નિહાળવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે..
Recent Comments