fbpx
રાષ્ટ્રીય

પરમાણુ બોમ્બ ફૂટે તો કેવું દૃશ્ય સર્જાય? છૈંએ કેટલીક તસવીરો બનાવી જેમાં જાેવા મળી ભયાનક હાલત!..

હિરોશિમા-નાગાસાકી પર પરમાણુ હુમલા મામલે તમે ઘણું વાંચ્યું હશે. છ ઓગસ્ટ, ૧૯૪૫માં કેવી રીતે પરમાણુ વિસ્ફોટ પછી ૧૩ વર્ગ કિલોમીટરનો વિસ્તાર આગના ગોળામાં ફેરવાઈ ગયો હતો અને એક જ ઝાટકામાં અંદાજે દોઢ લાખ લોકોના મોત નીપજ્યા હતા. ત્યારથી દુનિયા આવા અન્ય કોઈ હુમલા વિશે વિચારી શકતું નથી.

પરંતુ આજના સમયમાં જાે કોઈ શહેર પર પરમાણુ હુમલો કરવામાં આવે તો કેવી પરિસ્થિતિ સર્જાય? તેની કેટલીક તસવીર મિડજર્નીના છૈંની મદદથી તૈયાર કરવામાં આવી છે. તમે જાતે જાેવો… ચારે તરફ માત્ર આગ જ દેખાશે!.. હિરોશિમા-નાગાસાકી પર થયેલા પરમાણુ હુમલાની તમામ તસવીરો તમને ઇન્ટરનેટ પર મળી જશે. પરંતુ આજે જાે આવો હુમલો થાય તો શું થાય.

આ ઘટનાની કલ્પનાનો અંદાજાે લગાવો! એક ધડાકો થયો અને આગનો એક મહાકાય ગોળો મશરૂમની જેમ ફેલાયો. ગોળાનો આકાર ધીમે ધીમે વધતો ગયો અને ઝડપથી આખા શહેરને ગળી ગયો. એક જ સેકન્ડમાં હજારો જીવ આગમાં સળગીને ખાક થઈ ગયાં!.. મિડજર્નીએ છૈંની મદદથી જાે તસવીરો બનાવી છે, તેવામાં તમે જાેઈ શકો છો કે, ધડાકો થતાં જ પ્રકાશ ફેલાય છે અને સમગ્ર આકાશમાં છવાઈ જાય છે. એવું લાગે છે કે, કોઇકે આકાશમાં આગ લગાવી દીધી હોય કે સૂર્ય ધરતી પર ઊતરી આવ્યો હોય. જાણે પળભરમાં આ સમગ્ર વિસ્તાર ભસ્મ કરી દેવા માટે તત્પર હોય!.. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (છૈં)ની મદદથી બનેલી તસવીરો જાેવો. એવું લાગે છે કે, જાણો કોઈ ઉપરથી આવ્યું હોય. ધડાકો થયો હતો તે જગ્યાએ મોટો ખાડો દેખાઈ રહ્યો છે.

એટલે કે વિસ્ફોટ એટલો ભયાનક હશે કે ધરતી ફાટી ગઈ અને ત્યાંની માટી રાખમાં ફેરવાઈ ગઈ. કોઈપણ વ્યક્તિ નહીં જાણી શકે કે, આખરે અહીંયા શું થવાનું છે, કારણ કે તેનો આભાસ થાય તે પહેલાં તો તેઓ ભસ્મીભૂત થઈ ગયા હશે. તસવીર જાેઈને એવું લાગી રહ્યુ છે કે, ધરતીમાં ભયાનક કંપન થઈ રહ્યું છે અને ઘણી દૂર સુધી તેની અસર દેખાઈ રહી છે.

નજીકની બિલ્ડિંગ્સ રાખ થઈ જશે અને કેટલાંય કિલોમીટરો સુધી તબાહીના નિશાન જાેવા મળશે. ઉલ્લેખનીય છે કે, હિરોશિમા-નાગાસાકીમાં અમેરિકાએ મહાકાય પરમાણુ બોમ્બ ફેંક્યા હતા. ત્યારબાદ અનુમાનોમાં બતાવવામાં આવ્યું હતું કે, હિરોશિમામાં અંદાજે ૧.૪૦ લાખ લોકોના મોત થયા હતા. જ્યારે નાગાસાકીના પરમાણુ હુમલામાં અંદાજે ૭૪ હજાર લોકોના મોત થયા હતા.

Follow Me:

Related Posts