લોકસાહિત્ય સેતુ અમરેલીની નિયમિત ૧૧૨મી બેઠક સાવરકુંડલામાં માનવ મંદિરસ્થળે પરમ પૂજ્ય ભક્તિરામબાપુના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી પ્રારંભમાં સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ જોશીએ પોતાની આગવી શૈલીમાં લોકસાહિત્યના દુહાથી સહુને આવકાર્યા આજની બેઠકની કાર્યવાહી શરૂ કરવામાં આવી લોકસાહિત્ય સેતુના સંતવાણીના કલાકાર કેવિનભાઈ રોકડે ગણપતિ સ્થાપના કરી ચંદ્રકાંતભાઈ બારોટ લોકસાહિત્ય પીરસ્યુ. બાલ કલાકાર ઉર્વશીબેન બારોટ લગ્ન ગીત અને લોકગીતની રમઝટ બોલાવી, રમેશભાઈ જાદવે લોકસાહિત્યના સુંદર પ્રસંગો આપ્યા. બાળ કલાકાર તનાક્ષીબેન જાદવ, દીવથી પધારેલા કીર્તિકાબેન , તન્વીબેન હિરપરા, રીયાબેન વાઘેલા, રાજુલાના કવિ હેમાળવી, અશોકભાઈ દેવમુરારી જેવા કલાકારોએ ભરપૂર લોક સાહિત્ય પીરસી સૌને મોજ કરાવી.
બેઠકના બીજા દોરમાં મહાનુભાવોના સન્માન તેમજ પુસ્તકનું પ્રાગટ્યોત્સવ કરવામાં આવ્યું. જેમાં સહુપ્રથમ પરમ પૂજ્ય ભક્તિરામબાપુનું શાલ અને ફુલહારથી ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું. લેખક અને કવિ શ્રી જે.પી. ડેર સાહેબનું વરસડા દરબાર શ્રી દેવકુભાઈ વાળાએ સુંદર સાફો બાંધી સન્માન કર્યું. ડોક્ટર જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મોટાભાઈ સંવટ,આપણું કુંડલાના તંત્રી અને માલિક બીપીનભાઈ પાંધી ,મૂર્ધન્ય કવિ હર્ષદ ચંદારાણા, ડોક્ટર કનુભાઈ કરકર ,પ્રહલાદભાઈ દવે, મયુરભાઈ દવે, લાલાવદરના હોનહાર ભરવાડ જ્ઞાતિના યુવાન ગોપાલભાઈ રાઠોડની મંગલા આરતી કરવામાં આવી .ઉનાથી પધારેલા નરેન્દ્રભાઈ ગોસ્વામી, દાર્શનિકભાઈ વાજા,લોકસાહિત્યકાર મનસુખભાઈ વસોયા, માનસિંગભાઈ દીવ, અને સુધીરભાઈ મહેતા,ડો.પ્રજાપતિ સાહેબ દંપતી,ભાવેશભાઈ વ્યાસ જેવા મહાનુભાવોનું શાલ પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું.પ્રસંગોચિત વક્તવ્ય આદરણીય મોટાભાઈ સંવટ, આદરણીય ડો.કનુભાઈ કરકર, મનસુખભાઈ વસોયાએ આપ્યા .પુસ્તક પ્રાગટ્યોત્સવ અંગે લેખક કવિ શ્રી જે.પી. ડેર સાહેબે પ્રતિભાવ આપતા પોતાનો રાજીપો વ્યક્ત કર્યો.
કાર્યક્રમને રાજૂલાના પૂર્વ ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર અમરેલીના પ્રખર જ્યોતિષી રજનીભાઈ ભટ્ટ,લોકસાહિત્ય સેતુના ખજાનચી હસુદાદા જોશી મહામંત્રી શ્રી ગોરધનભાઈ સુરાણી ,અમેરિકા સ્થિત મનિષાબેન પંડ્યા, નારણભાઈ ડોબરીયા તરફથી મળેલા શુભેચ્છા સંદેશાનું વાંચન કરવામાં આવ્યું.
બાલ ભવનના આદરણીય ચેરમેન તેમજ બોરીવલી મુંબઈના પૂર્વ ધારાસભ્ય શ્રી હેમેન્દ્રભાઈ મહેતા મુખ્ય ટ્રસ્ટી જવાહરભાઈ મહેતા, મોટાભાઈ સંવટ લોક સાહિત્યની આવી સુંદર પ્રવૃત્તિથી ખુશી વ્યક્ત કરી.અધ્યક્ષ સ્થાનેથી સંતશિરોમણી પૂ.બાપુશ્રીએ રુડા આશિર્વાદ વરસાવ્યો. આભાર દર્શન લોક સાહિત્ય સેતુ સંસ્થાના ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ ગોંડલીયાએ પોતાની આગવી શૈલીમાં કર્યું કાર્યક્રમનું સંચાલન શ્રી મહેન્દ્રભાઈ જોશીએ કર્યું કાર્યક્રમને અંતે પરમ પૂજ્ય ભક્તિરામ બાપુ એ આગ્રહ કરી સહુને પ્રસાદ ભોજન કરાવ્યું આમ ભવ્યાતિભવ્ય ભવ્ય કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો
Recent Comments