ગારીયાધાર તાલુકા ના પરવડી ગામે પી એમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હિન્દૂ ધર્મ ના પાંચ માં ધામ તરીકે આકાર પામતા “માધવ ગૌધામ” ની મુલાકાતે દામનગર મીડિયા ટીમ પધારતા માધવ ગૌધામ ના મોભી પ્રવીણભાઈ ખેની દ્વારા મીડિયા કર્મી ઓનું ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કરાયો ૯૦૦ થી વધુ અબોલ જીવો નું લાલન પાલન બીમાર પશુ ઓની સારવાર પરેજી માટે નિષ્ણાંત પશુચિકિત્સકો સ્વંયમ સેવકો કર્મચારી દ્વારા ઉત્તમોત્તમ વ્યવસ્થા થી અવગત કરતા પ્રવીણભાઈ ખેની એ મોર્ડન વિલેજ પરવડી ગામ ને જળસંસાધન ક્ષેત્રે આવતા ભવિષ્ય ને સુનિશ્ચિત કરતા ૧૯ જેટલા વિશાળકાય જળાશયો બાંધી જળ સંગ્રહ શક્તિ વધારવા નું બેનમૂન કામ નેત્રદિપક રીતે પરવડી માં પ્રવેશતાજ જળ મંદિરો જીવદયા નું સુંદર કામ કરતી સંસ્થા માધવ ગૌધામ ના દરેક વિભાગો વ્યવસ્થા ઓથી સર્વ મીડિયા કર્મી વિનુભાઈ જયપાલ નટવરલાલ ભાતિયા વિમલ ઠાકર વિનુભાઈ પરમાર હિમતભાઈ ઈસામલિયા ને અવગત કરતા પ્રવીણભાઈ ખેની એ સુંદર સદેશ આપ્યો હતો દરેક જીવાત્મા ના કલ્યાણ ની શુભેચ્છા માટે કામ કરવું તેજ માનવ અવતાર નું કાર્ય છે તેમ જણાવ્યું હતું પાણી માટે અતિ તંગી ભોગવતા અને પાણી વાંકે વધતી જતી હિજરત કાયમ કોરી ખાતી સમસ્યા ના ઉકેલ માટે સંકલ્પ અને પ્રણ માટે સતત કાર્યરત રહેતા પ્રવીણભાઈ ખેંની પાણી માટે લોહી નું પાણી થાય તેવી કપરી સ્થિતિ માં પણ ખડેપગે રહી જળ મંદિરો નિર્માણ કાર્ય માં સેવારત રહે છે
પરવડી પી એમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માધવ “ગૌધામ” ની મુલાકાતે મીડિયા ટીમ ગામ માં પ્રવેશતાજ નેત્રદિપક ૧૯ જેટલા જળ મંદિરો

Recent Comments