પરવડી બ્રાન્ચ શાળાના શિક્ષક પરેશકુમાર હિરાણીનું જંગલી મહારાજ આશ્રમ ટ્રસ્ટ-ગુજરડા દ્વારા સન્માન કરાયું
શ્રી પરવડી બ્રાન્ચ શાળાના શિક્ષકશ્રી પરેશકુમાર હિરાણીનું શ્રી જંગલી મહારાજ આશ્રમ ટ્રસ્ટ દ્વારા ગુજરડા મુકામે આયોજિત આત્મા માલિક ઉચી ઉડાન કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિશ્વ વંદનીય પ.પુ. મોરારીબાપુ ના વરદહસ્તે ચિત્રકુટ એવોર્ડથી સન્માનિત શ્રી પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી ( મ.શિ. શ્રી પરવડી બ્રાન્ચ શાળા ) નું વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, મહેમાનો અને સંતોની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી જંગલી મહારાજ આશ્રમ ટ્રસ્ટ પરિવાર દ્વારા સંસ્થાના નિયામક શ્રી અશોકભાઈ પટેલનાં વરદહસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત શિક્ષણક્ષેત્રે શ્રી પરેશકુમાર હિરાણી જે ઉત્તમ કામગીરી કરી રહ્યા છે તેને બિરદાવવામાં આવી હતી. તેમજ ઉતરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
Recent Comments