ભાવનગર

પરવાળા ગામે વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન

ઉમરાળા તાલુકાનાં પરવાળા ગામે વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન શિક્ષકોનાં માર્ગદર્શન સાથે બાળકો દ્વારા શેરી નાટક ઈશ્વરિયા શુક્રવાર તા.૩-૫-૨૦૨૪ લોકસભા ચૂંટણી આવી છે તે સંદર્ભે ઉમરાળા તાલુકાનાં પરવાળા ગામે વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન યોજાયું. શિક્ષકોનાં માર્ગદર્શન સાથે બાળકો દ્વારા શેરી નાટક રજુ કરવામાં આવેલ. ઉમરાળા તાલુકાનાં પરવાળા ગામે પ્રાથમિક શાળા દ્વારા મતદાન જાગૃતિ માટે સુંદર આયોજન થયું. લોકસભા ચૂંટણી આવી છે તે સંદર્ભે થયેલાં વિવિધ જાગૃતિ આયોજનોમાં શિક્ષકોનાં માર્ગદર્શન સાથે આ બાળકો દ્વારા કાર્યક્રમો અપાયાં છે. ચૂંટણી કામગીરીમાં નિરીક્ષક રહેલાં શિક્ષક શ્રી જગદીશભાઈ બોરિચા સાથે રાયમલ ભાઈ ગોહિલ તથા શ્રી રમેશભાઈ પ્રજાપતિ દ્વારા આયોજન માર્ગદર્શન સાથે ગામમાં શેરી નાટક વડે મતદાન ફરજ વિશે સંદેશો આપવામાં આવેલ છે.

Related Posts