પરશુરામ સેના દ્વારા ભગવાન શ્રી પરશુરામ પ્રાગટ્ય મહોત્સવ સાવરકુંડલામાં ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલમાં ધામધૂમથી ઉજવાયો…
ભગવાન શ્રી પરશુરામદાદાનાં પૂજન બાદ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા સાવરકુંડલાના મુખ્યમાર્ગો પર નીકળી તે સમયનું પરિદ્રશ્ય અતિ આહ્લાદક અને ચિત્તાકર્ષક રહ્યુ. મહાઆરતીના પાવન પ્રસંગે સૌ ભૂદેવ પરિવાર સાથે રહી મહાઆરતી કરી હતી ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર, ભૂદેવોનાં આરાધ્ય દેવ ચિરંજીવી ભગવાન પરશુરામદાદાના પ્રાગટ્ય મહોત્સવની પરશુરામ દાદાનુ પૂજન બપોરે ૪ કલાકે બ્રહ્મ સમાજ દ્વારા ખૂબ જ ભક્તિપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવેલ. ત્યારબાદ ભવ્ય શોભાયાત્રામાં ૬૦,૦૦૦ વોલ્ટેજ ડીજે મિક્ચર સાથે રજવાડી રથ, સુશોભિત ટ્રેક્ટરો, બાઇક, કાર, તેમજ સાવરકુંડલા તાલુકાના ૧૨૦૦ ભૂદેવ પરિવારો ઉમંગ, ઉત્સાહ અને પૂરા જોશથી શોભાયાત્રામાં જોડાયા હતા સાવરકુંડલા ખાતે આવેલ શ્રી બ્રહ્મપુરીથી પ્રસ્થાન કરી સાવરકુંડલા શહેરનાં મુખ્ય માર્ગો પર શોભાયાત્રા ફરી હતી ત્યારબાદ બ્રહ્મપુરી ખાતે પરશુરામદાદાની મહાઆરતી કરવામાં આવી હતી તેમ શ્રી પરશુરામ સેના સાવરકુંડલાની યાદી જણાવે છે.
Recent Comments